ઝાયડસ લાઇફ્સાયન્સિસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ઝાયડસ મેડટેક પ્રાઇવેટ લિમિટેડે બ્રાઝિલ સ્થિત ઇનોવેટિવ કાર્ડિયોવાસ્ક્યુલર ડિવાઇસ મેન્યુફેક્ચરર બ્રેઇલ બાયોમેડિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.
આ ભાગીદારીનો હેતુ સમગ્ર યુરોપ, ભારત અને અન્ય પસંદગીના બજારોમાં તેની ટ્રસકેથેટર અને વાલ્વ ઇમ્પ્લાન્ટેશન ટેકનોલોજીને એક્સક્લુઝિવ રીતે કોમર્શિયલાઇઝ કરવાનો છે. આ કરાર એ ઝડપથી વિકસી રહેલા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેગમેન્ટમાં ઝાયડસ મેડટેકના વ્યૂહાત્મક વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્લોબલ TAVI માર્કેટનું કદ હાલ 6 અબજ યુએસ ડોલર જેટલું છે જેમાં આયોર્ટિક સ્ટેનોસિસના વધી રહેલા કિસ્સા તથા મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક પ્રોસીજર્સ માટેની વધતી માંગના લીધે મજબૂત વૃદ્ધિ જોવાઈ રહી છે.
