પોતાનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. પરંતુ આ સ્વપ્ન સાકાર કરવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે પ્રોપર્ટીની કિંમતો વસૂલી ભાઈના વાયરલ વિડિયો(પલ પલ દામ બઢ રહે હૈ)ની જેમ દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. મોટાભાગના લોકો પોતાનું ઘર ખરીદવા માટે બેંકમાંથી હોમ લોન લેતા હોય છે. જે ચુકવવામાં ઘણા વર્ષો લાગે છે. જો કે, SIP માં રોકાણ કરીને, તમે તમારા લોનના બોજમાંથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. શું તમે જાણો છો તે કેવી રીતે શક્ય છે? 


સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઓફર કરવામાં આવે છે. આ એક પ્રકારની રોકાણ યોજના છે. આમાં, એકસાથે રોકાણ કરવાને બદલે, તમે દર મહિને એકવાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. જે તમારા ઘર ખરીદવાના સપનાને સરળ બનાવી શકે છે. ચાલો તમને જણાવીએ…

સમજો સંપૂર્ણ ગણતરી

તમને એક ઉદાહરણના માધ્યમથી સમજાવીએ, જો તમે 20 વર્ષ માટે 8.5 ટકા વાર્ષિક વ્યાજ દરે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો તમારે સતત 20 વર્ષ સુધી દર મહિને 34,713 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે 40 લાખ રૂપિયાની લોન પર તમારે સતત 20 વર્ષમાં 43,31,103 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. 20 વર્ષ પછી, તમે મૂળ રકમ અને વ્યાજની રકમ સહિત લોન પર કુલ રૂ. 83,31,103 ચૂકવ્યા હશે. ચાલો આપણે ધારી લઈએ કે તમે SIPમાં તમારા EMIના 25 થી 30 ટકા રોકાણ કરો છો, તો 20 વર્ષમાં તમે તમારા નાણાં પરની લોનની અસરને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. 34,713 રૂપિયાની EMIના 25 થી 30 ટકા 8,678 રૂપિયા આવે છે.

લોન કેવી રીતે વસૂલ થશે?

જો તમે આના પર 12 ટકા સુધી વ્યાજની ગણતરી કરો છો, તો 20 વર્ષમાં તમારું કુલ રોકાણ 20,82,480 રૂપિયા થશે. તેના પર તમને લગભગ 65,87,126 રૂપિયા વ્યાજ તરીકે મળી શકે છે. આનો અર્થ એ થયો કે 20 વર્ષ પછી તમારી પાસે 86,69,606 રૂપિયાનું તૈયાર ફંડ હશે અને તમારી લોનની કુલ કિંમત (વ્યાજ અને મૂળ રકમ) 83,31,103 રૂપિયા હતી. હવે આ જ સમયગાળામાં, તમે SIP દ્વારા રૂ. 20,82,480નું રોકાણ કરીને રૂ. 86,69,606નું ફંડ બનાવી શકો છો. હોમ લોનની સંપૂર્ણ રકમ આ ગણિત દ્વારા વસૂલ કરી શકાય છે.



  • Follow us on: