બજેટ બાદ શેર બજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી હતી. લાલ નિશાન પર બજાર બંધ થયું હતુ. સેંસેક્સમાં 319 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે. 319 પોઇંટના કડાકા સાથે સેંસેક્સ 77,186ની સપાટીએ આવ્યું હતુ. તો નિફ્ટી 121 પોઇંટના કડાકા સાથે 23,361ની સપાટીએ બંધ થયું. બજેટ બાદના પ્રથમ દિવસે જ શેર બજાર તુટયુ હતુ. બજાર ખુલતાની સાથે જ સેંસેક્સ 700 પોઇન્ટથી વધુ ગગડ્યુ હતુ. તો નિફ્ટીમાં પણ 250 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો હતો.
રૂપિયો ડોલર સામે નબળો
આજે રૂપિયો ડોલર સામે નબળો સાબિત થયો હતો. રૂપિયો ગગડાતાની સાથે જ પ્રાથમિક જરુરિયાતની વસ્તુઓ મોંઘી થઇ હતી. આ વસ્તુઓના કારણે મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બોજો વધ્યો હતો છે. અમેરિકા તરફથી ટૈરિફ વધાર્યા બાદની આશંકાને જોતા રૂપિયો તળિયે ગયો છે. અને તે ડોલરના મુકાબલે રૂપિયામાં 42 પૈસાનો કડાકો જોવા મળ્યો છે. ભારતીય રૂપિયાનું આ સ્તર પ્રથમવાર જોવા મળ્યુ છે.
પ્રાથમિક જરુરીયાતની વસ્તુઓના વધ્યા ભાવ
તો આ તરફ, સોનું-ચાંદી તથા પેટ્રોલ-ડિઝલે પણ મોંઘવારીમાં ધડાકો કર્યો છે. સોનું-ચાંદીએ મોંઘવારી બાબતે એકબીજાને ટક્કર આપી છે. તો પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થતા વાહન વ્યવહાર મોંઘો થયો છે.