સરકાર દ્રારા સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને સસ્તા ભાવે આપવામાં આવતા એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (એપીએમ) હેઠળના ગેસના જથ્થામાં વધુ એક વાર 16મી એપ્રિલથી ઘટાડો કરવામાં આવનાર છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.
એપીએમ હેઠળ ફાળવવામાં આવતા ગેસના જથ્થામાં ઘટાડો કરાશે તો તેના કારણે ગેસનું વિતરણ કરતી કંપનીઓને તેમના સીએલજી અને પીએનજીના ભાવમાં વધારો કરવાની ફરજ પડશે. એપીએમ હેઠળના ગેસના જથ્થામાં ઘટાડો કરવામાં આવે તેના કારણે ગેસ વિતરણ કરતી કંપનીઓએ સપ્લાય માટેનો ગેસ બીજા સ્રોતમાંથી ખરીદવાની ફરજ પડે છે અને આ ગેસ મોંઘા ભાવે ખરીદવો પડે છે. ગેસનું વિતરણ કરતી કંપનીઓના મતે 16મી એપ્રિલથી ફાળવણીમાં જે ઘટાડો કરવામાં આવનાર છે તે આૃર્યજનક છે કારણ કે ગેસના વિતરણનો જથ્થો વધે તેને અનુસરીને આમાં ઘટાડો કરવાનો હોય છે. આ અગાઉ ઓક્ટોબર, 2024માં પણ સરકારે એપીએમ હેઠળ ફાળવવામાં આવતા ગેસનો જથ્થો 68 ટકાથી ઘટાડીને 50.75 ટકા કર્યો હતો અને તે પછી નવેમ્બરમાં તેને ફરીથી ઘટાડીને 37 ટકા કરવામાં આવ્યો હતો. જે પછી જાન્યુઆરીમાં આ જથ્થો વધારીને 51.48 ટકા કરવામાં આવ્યો હતો. એપીએમ હેઠળ ગેસ વિતરણ કરતી કંપનીઓને પ્રતિ એમએમબીટીયુ 6.75 ડોલરના ભાવે ગેસની ફાળવણી કરવામાં આવે છે.
