આજે 1 ફેબ્રુઆરી 2025ના બજેટ પહેલા દેશવાસીઓને મોટી રાહત મળી છે. બજેટ પહેલા એલપીજી ગેસ સિલિન્ડર સસ્તું થઈ ગયું છે. ઇંધણ કંપનીઓએ ફરી એકવાર સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી 1લી ફેબ્રુઆરી શનિવારથી અમલમાં આવી છે. 14 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ચાલો જાણીએ કે હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર કેટલામાં મળશે?
દિલ્હીમાં કિંમત
દિલ્હીમાં 7 રૂપિયાના ઘટાડા બાદ 19 કિલોનો સિલિન્ડર હવે 1797 રૂપિયામાં મળશે. ગયા મહિને તેની કિંમત 1804 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
કોલકત્તામાં કિંમત
કોલકત્તામાં 4 રૂપિયાની કપાત બાદ સિલિન્ડર 1907 રૂપિયામાં મળશે. ગયા મહિને જાન્યુઆરીમાં આ કિંમત 1911 રૂપિયા હતી.
મુંબઈમાં કિંમત
આજે, 1 ફેબ્રુઆરી, 2025 થી, મુંબઈમાં 6.5 રૂપિયાના ઘટાડા બાદ 19 કિલોનો સિલિન્ડર 1749.5 રૂપિયામાં મળશે. ગયા મહિને આ કિંમત 1756 રૂપિયા હતી.
ચેન્નાઈમાં કિંમત
6.5 રૂપિયાની કપાત બાદ ચેન્નાઈમાં 19 કિલોનો સિલિન્ડર 1959.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મળશે. ગયા મહિને તેની કિંમત 1966 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે
ગત મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થયો હતો. સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) એ જાન્યુઆરી 2025માં 6 મહિનામાં પ્રથમ વખત 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 14.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મેટ્રો શહેરોમાં 16 રૂપિયા સુધીનો ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં સતત બીજા મહિને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ વખતે ઘટાડો 4 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધીનો છે.
ઓઈલ કંપનીઓએ 1 ઓગસ્ટ 2024થી 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી
ઓઈલ કંપનીઓએ 1 ઓગસ્ટ 2024થી 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેબ્રુઆરી 2025માં પણ 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા હશે.









