• દર વર્ષે ભારતમાં ચોમાસામાં ડૅન્ગ્યૂનો પ્રકોપ જોવા મળે છે
  • ડૅન્ગ્યૂ નાબૂદ કરવા માટે ભારતે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી
  • ડૅન્ગ્યૂથી પીડિત ટોપ-30 દેશોમાં ભારત સામેલ

દર વર્ષે ભારતમાં ચોમાસામાં ડૅન્ગ્યૂનો પ્રકોપ જોવા મળે છે. દેશના ઘણા શહેરોમાં ડૅન્ગ્યૂનો ડરામણા મામલા સામે આવતા હોય છે. જેની સંખ્યા હજારોમાં જોવા મળે છે. ગત કેટલાક વર્ષોથી ડૅન્ગ્યૂના ડંખથી ઝઝૂમ્યા બાદ ભારતે આને નાબૂદ કરવા રસી બનાવી છે, જેનું નામ ડૅન્ગીઓલ છે. મહત્ત્વની વાત તો એ છે કે આનું ક્લિનિકલ ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે.

ડૅન્ગીઓલ રસીનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, આઈસીએમઆર અને પેનેક બાયોટેકે ભારતમાં ડૅન્ગ્યૂની રસી વિકસિત કરવા ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડૅંગ્યૂ વેક્સિન ડૅન્ગીઓલ, પેનાકા બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. આ ટ્રાયલમાં ટેસ્ટ માટે સામેલ પહેલા વ્યકિતને બુધવારે પંડિત ભગવત દયાદ શર્મા પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, રોહતકમાં રસી લગાવવામાં આવી. ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 સાઈટો પર આયોજિત કરવામાં આવશે, જેમાં 10,335થી વધુ લોકો સામેલ હશે.

જેપી નડ્ડાએ શું કહ્યું?
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, "ભારતની પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુ રસીના ત્રીજા તબક્કાનું  ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત ડૅન્ગ્યૂ સામેની અમારી લડાઈમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. તે આપણા દેશવાસીઓને આ રોગથી બચાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને તેમાં ભારતની ક્ષમતાઓ પણ દર્શાવે છે." 

તેમણે વધુમાં ઉમેર્યું, "ICMR અને Panacea Biotech વચ્ચેના આ સહયોગ દ્વારા, અમે માત્ર અમારા લોકોના આરોગ્યને સુનિશ્ચિત કરવા તરફ એક પગલું ભરી રહ્યા છીએ, પરંતુ આરોગ્યના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતની અમારી દ્રષ્ટિને પણ મજબૂત બનાવી રહ્યા છીએ."

વર્ષ-2018-19માં થયા હતા ટ્રાયલના બે તબક્કા
આ સમયે ભારતમાં ડૅન્ગ્યૂ વિરુદ્ધ કોઈ એન્ટિ વાયરલ ટ્રીટમેન્ટ અથવા લાયસન્સડ વેક્સિન નથી. આવામાં આને વિક્સિત કરવી અને લાયસન્સ લેવું ભારત માટે એક મોટો પડકાર બનશે. ભારતીય વેક્સિન ડેન્ગીઓલના ફોર્મૂલેશનનું પ્રથમ અને બીજો તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ વર્ષ-2018-19માં પૂર્ણ થયો હતો. જેના સારા પરિણામ મળ્યા હતા.

ડૅન્ગ્યૂથી પીડિત ટોપ-30 દેશોમાં ભારત સામેલ
ભારતીયોના આરોગ્ય માટે ડૅન્ગ્યૂ ચિંતાનો વિષય છે. ભારત ડૅન્ગ્યૂથી પીડિત ટોપ 30 દેશોમાંથી એક છે. ભારતમાં આશરે 75થી 80 ટકા ઈન્ફેક્સન એસિમપટોમેટિક હોય છે. આનો અર્થ કે, જેમાં લોકો ડૅન્ગ્યૂથી પીડિત હોય છે પરંતુ તેમાં તેના લક્ષણ જોવા નથી મળતા. છતાં તેઓ ઈન્ફેક્શન ફેલાવી શકે છે.
  • Follow us on: