• યાત્રીઓને માટે ફ્લાઈટના બેસ ફેયરને વધારે સસ્તું કરાશે
  • ભાડામાં કેટલીક સર્વિસ ફી પણ છે સામેલ, તેને અલગ કરાશે
  • અલગ કરાયેલી સર્વિસને ઓપ્ટ ઈન, ઓપ્ટ આઉટના આધારે અપાશે

જો તમે પણ ફ્લાઈટમાં અવાર-નવાર મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમને ફ્લાઈટના મોંઘા ભાડામાંથી જલ્દી રાહત મળી શકે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ની તરફથી એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં યાત્રીઓને માટે ફ્લાઈટના બેસ ફેયરને વધારે સસ્તું કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાડામાં કેટલીક સર્વિસ ફી પણ છે સામેલ

DGCAનું કહેવું છે કે એરલાઈન્સની તરફથી જાહેર કરાયેલા ભાડામાં તેમના દ્વારા આપવામાં આવતી કેટલીક સર્વિસ પર લાગતી ફી પણ સામેલ છે. અલગ અલગ જગ્યાએથી મળતા ફીડબેકના આધારે જોવા મળી રહ્યું છે કે અનેકવાર યાત્રીઓને યાત્રાના સમયે એરલાઈન્સની તરફથી અપાતી આ સર્વિસની જરૂર હોતી નથી.

જાહેર કરાયો છે સરક્યુલર

DGCAએ સરક્યુલરમાં કહ્યું છે કે સર્વિસ અને તેમના ચાર્જને અલગ કરવાથી મૂળ ભાડામાં ફેરફાર થઈ શકે છે. એટલે કે તે સસ્તુ થઈ શકે છ. આ સાથે યૂઝર્સને આ સેવા માટે પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે. તેઓ તેનો લાભ લેવા ઈચ્છે છે. અલગ અલગ કરાયેલી સર્વિસને ઓપ્ટ-ઈન અને ઓપ્ટ-આઉટના આધારે આપવામાં આવશે. એટલે કે જે પેસેન્જરને સુવિધા જોઈએ તેને મળશે અને ન જોઈએ તેને નહીં મળે.

DGCAએ 7 સર્વિસનું લિસ્ટ કર્યું છે જાહેર, જેને અલગ કરવાથી ફ્લાઈટનું ભાડું ઘટશે

  1. યાત્રીને માટે સીટની પસંદગીનો ચાર્જ
  2. મીલ/ સ્નેક્સ/ ડ્રિંક ચાર્જિસ
  3. એરલાઈન લાઉન્જનો ઉપયોગ કરવા માટે ભાડુ
  4. ચેક ઈન બેગેજ ચાર્જ
  5. સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ ચાર્જ
  6. મ્યુઝિકલ ઈક્વિપમેન્ટ ચાર્જ
  7. વેલ્યુએબલ બેગેજ માટે સ્પેશ્યલ ડિક્લેરેશન ફી

એરલાઈન બેગેજ પોલીસીના રૂપમાં અનુસૂચિત એરલાઈનને ફ્રી બેગેજ અલાઉન્સની સાથે સાથે શૂન્ય બેગેજ/નો ચેક ઈન બેગેજ ભાડુની પરમિશન આપશે. તેની સાથે જ એરલાઈન કાઉન્ટર પર ચેક ઈનને માટે સામાન લઈને આવશે તો લાગૂ થતા ભાડાને વિશે જાણકારી આપવામાં આવશે. તેની સાથે જ તેને ટિકિટ પર પ્રિન્ટ કરીને પણ આપવામાં આવશે. 

  • Follow us on: