અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ની ડિજીયાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓનબોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHLના તમામ સાત કાર્યરત એરપોર્ટ મુસાફરોને ડિજીયાત્રાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ મહત્વપૂર્ણ પગલું AAHLની સીમલેસ પેપરલેસ અને કોન્ટેક્ટલેસ મુસાફરીના અનુભવને વધુ બહેતર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


ડિજીયાત્રાની સુવિધાથી યાત્રાળુઓને મુસાફરીના અનુભવમાં નવો આયામ મળ્યો

AAHLના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, "15 ઓગસ્ટ 2023ના રોજ શરૂઆતથી જ 5 એરપોર્ટ મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ અને ગુવાહાટીના મુસાફરોને ડિજીયાત્રાની સુવિધા પૂરી પાડી રહ્યા છે. મેંગલુરુ અને તિરુવનંતપુરમ એરપોર્ટ્સ પર ડિજીયાત્રાની સુવિધા પૂરી પાડવીએ મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા પ્રદાન કરવાના AAHLના અભિગમને દર્શાવે છે. અમારા કેટલાક એરપોર્ટ પર એક દિવસમાં ડિજીયાત્રાનો 37 ટકા જેટલો વધુ ઉપયોગ મુસાફરોની તેમાં રૂચિ દર્શાવે છે. ડિજીયાત્રાની સુવિધાથી યાત્રાળુઓને મુસાફરીના અનુભવમાં નવો આયામ મળ્યો છે."

6.8 મિલિયનથી વધુ મુસાફરોએ સુવિધાનો લીધો લાભ

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રને અત્યાધુનિક ટેકનોલોજી અપનાવતા ડિજીયાત્રાનો અમલ એ મુસાફરોને વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડવાની AAHLની પરિવર્તનશીલ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અદાણી એરપોર્ટ્સ પર લોન્ચિંગ બાદ 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો છે. ડિજીયાત્રા પહેલનો ઉદ્દેશ્ય પેપરલેસ અને મુશ્કેલીમુક્ત મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે, જેમાં એરપોર્ટ પર સીમલેસ પ્રવેશ માટે ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

મુસાફરોના સમયની થાય છે બચત

ડિજીયાત્રા દ્વારા ઉપયોગમાં લેવાતી ચહેરાની ઓળખ ટેકનોલોજી વિવિધ ચેકપોઈન્ટ પર સીમલેસ પેસેજને સક્ષમ બનાવે છે. ડિજીયાત્રા ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને ટાળે છે, બાયોમેટ્રિક ડેટા દ્વારા મુસાફરોની ઓળખ ચકાસીને તે ઉચ્ચતમ સુરક્ષાના પૂરી પાડે છે. વળી ડિજીયાત્રાથી વિવિધ ટચપોઇન્ટ્સ પર રાહ જોવાના સમયમાં પણ ઘટાડો થાય છે. તેનાથી મુસાફરો સુરક્ષા અને ગોપનીયતામાં બાંધછોડ કર્યા વગર સરળ અને ઝડપી મુસાફરી કરી શકે છે.

  • Follow us on: