દેશમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે દેશના તમામ વિસ્તારોમાં અને દેશના દરેક લોકોના જીવનમાં ડિજિટલ માધ્યમ અપનાવવાના ટ્રેન્ડએ વેગ પકડ્યો છે.


દેશભરના 800 શહેરમાં DLC અભિયાન

સરકારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન સાથે 180 હજારથી વધુ પેન્શનરોને જોડ્યા છે. આ મોટી સફળતા જોઈને પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે ત્રીજુ દેશવ્યાપી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન શરૂ કર્યુ છે. 1 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન દેશભરના 800 શહેર અને જિલ્લાઓમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું કે આ વિશેષ અભિયાનના પહેલા જ દિવસે 180 હજારથી વધુ પેન્શનધારકોએ તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવી લીધું છે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે - આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન છે.

UPI દ્વારા થયા આટલા ટ્રાન્ઝેક્શન

બીજી તરફ ઓક્ટોબર મહિનામાં UPIએ 16 અબજ ટ્રાન્ઝેક્શનને પાર કરી લીધું છે, જે અત્યાર સુધીનો મોટો રેકોર્ડ છે. તહેવારોની સિઝનમાં આ આંકડો એક નવો રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે. ગયા મહિને, દરરોજ સરેરાશ 500 મિલિયન ટ્રાન્ઝેક્શન થયા છે. 30 ઓક્ટોબરે ધનતેરસના રોજ 546 મિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયા, જે એક જ દિવસમાં ટ્રાન્ઝેક્શનનો મોટ રેકોર્ડ છે.

GST કલેક્શનમાં મોટો વધારો

ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન રૂપિયા 1.87 ટ્રિલિયન પર પહોંચ્યું છે, જે 6 મહિનાના સમયગાળામાં સૌથી વધુ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 8.9 ટકા વધારે છે. એપ્રિલથી ઓક્ટોબર 2024 દરમિયાન વાર્ષિક ધોરણે GST કલેક્શન રૂપિયા 12.74 ટ્રિલિયન સુધી પહોંચ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા 11.64 ટ્રિલિયનની સરખામણીએ 9.4 ટકાનો વધારો બતાવે છે.

દેશની વિદેશી મુદ્રા ભંડારમાં વધારો

ઈતિહાસમાં પ્રથમ વખત ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 700 બિલિયન ડોલરની ઉપર પહોંચી ગયો છે. આ આંકડો દેશની વધતી જતી આર્થિક તાકાત અને વિકાસને દર્શાવે છે. વિકસતી અર્થવ્યવસ્થા સાથે ચીન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ પછી ભારત પાસે ચોથા નંબરનું સૌથી મોટું વિદેશી વિનિમય અનામત છે. IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ મુજબ ગ્લોબલ ઈકોનોમી ફોરમમાં ભારત માટે જીડીપી ગ્રોથનું અનુમાન 2025 માટે 7 ટકા અને વર્ષ 2026 માટે 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યું છે. 

  • Follow us on: