• ગણેશ- લક્ષ્મીજીના સિવાય દેશભક્તિનું મહત્ત્વ વધ્યું
  • ગાંધીજીના ફોટાવાળા સિક્કાએ વધારી ડિમાન્ડ
  • આવનારા દિવસોમાં બોઝ, ટાગોર અને ભગતસિંહના સિક્કા આવશે

ધનતેરસના અવસરે મેરઠના બજારોની રોનક વધતી જોવા મળશે. વિવિધ પ્રકારના ગોલ્ડ સિલ્વરના સિક્કા બજારની શોભા વધારી રહ્યા છે. ગણેશ અને લક્ષ્મીજીના ચાંદીના સિક્કાની ખાસ માંગ રહી છે પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટોવાળો ચાંદીનો સિક્કો ડિમાન્ડમાં છે. સર્રાફા કારોબારીનુ કહેવું છે કે આ સિક્કો દેશભક્તિનો સિક્કો છે. દુકાનદારો માને છે કે આવનારા સમયમાં સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર, ભગત સિંહ જેવા મહાન વિભૂતિઓના ચાંદીના સિક્કા જોવા મળશે.

ગણેશ- લક્ષ્મીજીના સિક્કાની પૂજા માટે થાય છે ખરીદી

ગણેશજી અને લક્ષ્મીજીના ફોટો વાળા ચાંદીના સિક્કા લોકો પૂજન માટે ખરીદી રહ્યા છે. સર્રાફા કારોબારીઓનું કહેવું છે કે ક્વિન વિક્ટોરિયા વાળો ચાંદીનો સિક્કો લોકો લઈ જાય છે પરંતુ આ વખતે દેશની મહાન વિભૂતિનો ચાંદીનો સિક્કો બનાવીને તેનો પ્રયાસ કરાયો છે. આ વખતે અંગ્રેજી હૂકુમતને યાદ કરાવનારા સિક્કાને બદલે દેશભક્તિનો સિક્કો ગર્વ સાથે લોકો ખરીદી રહ્યા છે. દુકાનદારો કહે છે કે જ્યારે આપણી મુદ્રા પર ગાંધીજીનો ફોટો છે તો ચાંદીના સિક્કામાં કેમ નહીં.

ચાંદીના સિક્કાનો ઈતિહાસ નિરાળો

સર્રાફા બજારથી મળતી માહિતી અનુસાર ભારતમાં ચાંદીના સિક્કાનો ઈતિહાસ જૂનો છે. 1835માં બ્રિટિશ સરકારના વિલિયમનો સિક્કો બન્યો હતો. 1840માં ક્વિન વિક્ટોરિયાનો સિક્કો બન્યો. 1874માં સમ્રાટના રૂપમાં ક્વિનનો સિક્કો આવ્યો. 1938માં જોર્જનો સિક્કો આવ્યો અને પછી 1945માં એક અન્ય સિક્કો આવ્યો અને તેને ચાંદીના સિક્કાનું રૂપ મળ્યું.

ક્વિન વિક્ટોરિયાને રિપ્લેસ કરતા જોવા મળી રહ્યા છે ગાંધીજી

હવે ગાંધીજી ક્વિન વિક્ટોરિયાને રિપ્લેસ કરતા જોવા મળી રહ્યા છે. આ સિક્કાની સાથે ચાંદીના ગણેશ- લક્ષ્મીજીની મૂર્તિ, ચાંદીના હનુમાનજી, ચાંદીના કળશ, ચાંદીના રામદરબાર, પૂજાઘર, ચાંદીનો લોટો, ચાંદીની થાળી, ચાંદીના કપ અને પ્લેટ વગેરે સર્રાફા બજારની દુકાનોમાં મળી રહે છે.

ચાંદીના કોઈ પણ સામાનનું હોલમાર્ક ટેસ્ટિંગ પણ શક્ય

સર્રાફામાર્કેટમાં ચાંદીના કોઈ પણ સામાનના હોલમાર્કનું ટેસ્ટિંગ કરાવી શકાય છે. માત્ર 235 રૂપિયામાં આ ટેસ્ટ થાય છે. હોલમાર્ક ટેસ્ટ કરાવીને ચાંદી કે સોનાના સામાનની તપાસ કરાવી શકાય છે. અનેક શહેરોમાં ચાંદી કે સોનાના રેટ અલગ અલગ હોવાની સાથે સાથે કાર્ટેજના કારણે પણ તેનો ભાવ અલગ હોય છે.  

  • Follow us on: