ભારતીય શેરબજાર આજે એટલે કે, 31 ઑક્ટોબરે ગુરુવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 100થી વધુ પોઈન્ટ ઘટીને ખુલ્યું હતું. ભારતીય શેરબજારમાં આજે દિવાળીના દિવસે જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 553 પોઈન્ટ ઘટીને 79,389 પર બંધ રહ્યો હતો. આ સમયે, નિફ્ટી પણ 135 પોઈન્ટ ઘટીને 24,205ના લેવલ ઉપર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઘટાડો અને 8માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 34 શેર ઘટ્યા અને 16 શેર વધ્યા હતા.
સેન્સેક્સની માત્ર 4 કંપનીઓના શેર જ લીલા નિશાનમાં રહ્યા હતા
આજે સેન્સેક્સની 30માંથી 25 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા અને 4 કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. જ્યારે એક કંપનીના શેર કોઈ ફેરફાર સાથે બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી 34 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં અને બાકીની 16 કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા.
બુધવારે માર્કેટ કડાકા સાથે બંધ થયું
બુધવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બેંક અને નાણાકીય શેરોમાં વેચવાલીથી બજાર નુકસાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 426.85 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 79,942.18 પોઈન્ટ પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 126 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 24,340.85 પોઈન્ટ પર બંધ થયો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.