દેશના છેવાડાના એટલે કે, ચેન્નઈમાં આવેલી એક કંપની પોતાના કર્મચારીઓ પર વધુ જ ઓળઘોળ હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ જાણીને તમે પણ રાજીના રેડ થઈ જશે. ચેન્નઈમાં આવેલી એક કંપની પોતાના કર્મચારીઓને ગીફ્ટમાં કાર અથવા બાઈક આપે છે. કંપનીએ આ ગીફ્ટ કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને તેઓના પ્રદર્શનને સારું કરવાની પ્રેરણા મળે તેવા હેતુથી આપી રહી છે.
કયા કર્મચારીઓને કાર અને બાઇક આપવામાં આવી હતી?
મળતી માહિતી અનુસાર, કંપનીની સફળતામાં તેમના કર્મચારીઓના અથાક પ્રયાસો માટે પ્રશંસા દર્શાવવા માગે છે. જેંથી કંપનીએ તેના કર્મચારીઓને કંપનીની સૌથી મોટી સંપત્તિ માને છે. કંપની તરફથી અપાયેલ નિવેદમાં જણાવ્યું કે, કંપનીએ કર્મચારીઓના યોગદાનને તેમની કામગીરી, વર્ષોની સેવાના આધારે માપ્યું છે. અમારા કર્મચારીઓએ અસાધારણ પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે અને તેમની સિદ્ધિઓને ઓળખવામાં અમને ગર્વ છે. પત્રકારોને સંબોધતા કન્નને જણાવ્યું હતું કે કંપનીમાં લગભગ 180 કર્મચારીઓ છે જેઓ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને અત્યંત કુશળ છે.
તેમણે કહ્યું કે અમે એવા ઉમેદવારોને પસંદ કરીએ છીએ જેઓ ખૂબ પ્રેરિત હોય અને તેમના માટે કાર કે બાઇક ખરીદવી એ એક સ્વપ્ન સમાન છે. અમે કર્મચારીઓને બાઇક ભેટમાં આપીએ છીએ અને વર્ષ-2022માં અમે અમારા બે વરિષ્ઠ સાથીઓને કાર ભેટમાં આપી હતી. અમે આજે 28 કાર ગિફ્ટ કરી છે. તેમાંથી કેટલીક મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મર્સિડીઝ બેન્ઝ છે.
લગ્ન માટે એક લાખ રૂપયિા ગીફ્ટ
એક સવાલના જવાબમાં કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, કંપની એક નક્કી રકમની સાથે કાર અથવા બાઈક આપશે. જો કર્મચારીને કંપની દ્વારા પસંદ કરાયેલી કાર કરતાં કોઈ બીજું સારું વાહન જોઈતું હોય તો વધારાની રકમ ચુકવવી પડશે કાર ગીફ્ટમાં આપવા ઉપરાંત કંપનીએ કર્મચારીઓને લગ્ન મદદ તરીકે રકમ પણ આપી રહી છે. કંપનીના અધિકારીએ જણાવ્યું કે, જો કોઈ સહકર્મીના લગ્ન થઈ રહ્યા હોય અને તેઓને લગ્ન મદદ તરીકે 50 હજાર રૂપિયા આપીએ છીએ. હવે અમે આ વર્ષથી આને વધારીને એક લાખ રૂપિયા કરી નાંખ્યા છે.