ભારતીય શેરબજારમાં બુધવારે ઘણી તેજી જોવા મળી હતી. જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા માર્કેટમાં શાનદાર તેજીનું વલણ જોવા મળ્યું હતું. બપોર સુધી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બુલડોઝર હરિફ ટીમ પર ફર્યું ત્યારે સેન્સેક્સમાં પણ ગતિ જોવા મળી હતી. જેથી આઈટી કંનીના શેર્સમાં જોરદાર તેજી રહી હતી. 

માર્કેટ કેપ 453 લાખ કરોડ રૂપિયા આંબી ગયું
ભારતીય શેરબજારમાં ઉછાળાની અસરને લીધે બુધવારે બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 5.37 ટ્રિલિયન ડોલર (લગભગ રૂપિયા 453 લાખ કરોડ) થઈ ગઈ. બજારમાં રોકાણકારોએ એક દિવસમાં લગભગ રૂપિયા 8 લાખ કરોડનો નફો કર્યો (માર્કેટ મૂડીમાં રૂ. 7.91 લાખ કરોડનો વધારો). બજારમાં આજે 458 શેરોમાં અપર સર્કિટ લાગી હતી.

શેરબજારમાં આજે તેજી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સની શરૂઆત લગભગ 300 પોઈન્ટના વધારા સાથે થઈ હતી. NSE નિફ્ટી પણ 24,308.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સેન્સેક્સમાં ઉછાળો 1000 પોઈન્ટની ઉપર ગયો હતો. જોકે બાદમાં બજારમાં થોડી નરમાઈ નોંધાઈ હતી.

સેન્સેક્સ ફરી ઉંચો ઉછળ્યો
બુધવારે કારોબાર દરમિયાન BSEનો 30-કંપનીનો ઈન્ડેક્સ સેન્સેક્સ 80,569.73 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો. જ્યારે બાદમાં બજાર બંધ થવાની નજીક 901 પોઈન્ટની આસપાસ રહ્યું હતું. સેન્સેક્સ 80,378.13 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી આશરે 100 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો, જે ટ્રમ્પની જીત બાદ 24,487 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બજાર બંધ થવાની નજીક, તે લગભગ 270 પોઈન્ટ્સનો વધારો નોંધાવ્યો અને 24,484.05 પોઈન્ટ પર બંધ થયો.

આઈટી શેર્સમાં તોફાની તેજી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ભારતીય શેરબજારમાં આઈટી કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં સામેલ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેર્સ ટોપ ગેનર હતા. તેની કિંમતમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. એ જ રીતે ઈન્ફોસિસના શેર પણ 4 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે HCL ટેક અને ટેક મહિન્દ્રા જેવા શેર્સ ટોપ-5 ગેનર સ્ટોક્સમાં સામેલ હતા. તેમાં પણ 3.5 થી 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

  • Follow us on: