• મસ્કની સંપત્તિમાં થયો ઘટાડો
  • મસ્કે 24 કલાકમાં ગુમાવ્યા 7.75 બિલિયન ડોલર
  • ટેસ્લાના શેરમાં 8 ટકાનો થયો ઘટાડો

મસ્કની સંપત્તિ ઘટીને 144 બિલિયન ડોલર પહોંચી

ટ્વિટર ખરીદ્યા બાદથી દુનિયાના સૌથી મોટા અને બીજા નંબરના ધનિક વ્યક્તિ એલન મસ્કની મુશ્કેલીઓ વધી છે. એલન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ટેસ્લા કિંગ એલન મસ્કની પ્રોપર્ટીમાં ઘટાડો એટલો મોટો વધારો થયો છે કે તેને 24 કલાકની અંદર જ 7.75 બિલિયન ડોલર એટલે કે લગભગ 6,42,73,11,37,500 રૂપિયા ગુમાવ્યા છે. એલન મસ્કને 20 ડિસેમ્બરે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્લાના શેરમાં એટલી મંદી આવી કે શેર 8 ટકા સુધી ઘટ્યા છે.

દર સેકંડે 74 લાખ રૂપિયાનું નુકસાન

એલન મસ્કને માટે વર્ષ 2022 ખાસ સારું રહ્યું નથી. તેઓએ ટ્વિટર ખરીદ્યું અને સાથે તેમની મુશ્કેલીઓ વધતી રહી. હવે તેઓ તેમાંથી બહાર આવી શકતા નથી. ટ્વિટર ખરીદ્યા બાદથી મસ્કના ધંધાને નુકસાન થયું છે. ફક્ત 20 ડિસેમ્બરનો આંકડો જોઈએ તો ટેસ્લાના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. આ સિવાય કંપનીના શેર 2 વર્ષના નીચેના સ્તરે પહોંચ્યા છે.ટેસ્લાના શેરમાં આવેલા ઘટાડાના કારણે મસ્કને 24 કલાકમાં 7.75 બિલિયન ડોલરનું અને સાથે દર સેકંડમાં 74,39,017 રૂપિયાનું નુકસાન થયું છે.

મસ્કની સંપત્તિમાં આવ્યો ઘટાડો

મસ્કની સંપત્તિમાં ઘટાડો આવ્યા બાદ નેટવર્થ ઘટીને 144 બિલિયન ડોલર પર પહોંચ્યું છે. તેઓએ સૌથી ધનિક વ્યક્તિનો તાજ પણ ગુમાવ્યો છે. ટેસ્લાના રોકાણકારોનું કહેવું છે કે મસ્ક ટ્વિટરને ખરીદ્યા બાદ કંપની પર ધ્યાન આપી રહ્યા નથી. ટેસ્લાના શેર વેચવાના કારણે તેમની ભાગીદારી પણ ઘટી છે. ટ્વિટરના કારણે તે પોતાની બાકી કંપની પર ફોકસ કરી શકતા નથી. તેના કારણે બાકી કંપનીને ભારે નુકસાન થઈ રહ્યં છે. ફક્ત ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો એલન મસ્કની સંપત્તિમાં રોજ 2 બિલિયન ડોલરથી વધારેનું નુકસાન થઈ રહ્યું છે. ફોર્બ્સના આંકડાના અનુસાર 30 નવેમ્બર સુધી તેમની સંપત્તિ 189 અબજ ડોલર હતી જે 20 ડિસેમ્બરે ઘટીને 144 અબજ ડોલર પર પહોંચી હતી.  

  • Follow us on: