• મસ્કે એક દિવસમાં ગુમાવ્યા 6.60 અબજ ડોલર
  • ટેસ્લાના શેરમાં ઘટાડાથી નેટવર્થમાં આવ્યો ઘટાડો
  • ગૌતમ અદાણી એકવાર ફરી નંબર 2 બનવાની નજીક

દુનિયાના સૌથી મોટા ધનિક એલન મસ્કની નેટવર્થમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિનિયોર ઈન્કેક્સના અનુસાર સોમવારે તેમની નેટવર્થમાં 6.60 અબજ ડોલરનો એટલે કે લગભગ 54 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના શેરમાં અઠવાડિયા પહેલા 5 ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે. મસ્કની નેટવર્થ હવે 183 અબજ ડોલર થઈ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 87.1 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. આ સમયે તે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના પછી બીજા નંબરે છે. તેમની નેટવર્થ આ વર્ષે 88.2 અબજ ડોલર ઘટી છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં મસ્કની નેટવર્થ 335 અબજ ડોલર પહોંચી હતી. આ રીતે 1 વર્ષમાં તેમની નેટવર્થમાં 152 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે.

ગૌતમ અદાણી એકવાર ફરી નંબર 2 બનવાની નજીક

[[$googlead]]

આ સમયે ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી એકવાર ફરી દુનિયાના અમીરોના લિસ્ટમાં બીજા નંબરે પહોંચવાની નજીકમાં છે. સોમવારે તેમની નેટવર્થમાં 2.80 અબજ ડોલરનો વધારો થયો છે અને તે 136 અબજ ડોલર પહોંચી છે. અદાણી આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વ્યક્તિ છે. આ વર્ષે તેમની નેટવર્થ 59 અબજ ડોલર વધી છે. તેની સાથે જ એકવાર ફરી દુનિયાના ધનિકોના લિસ્ટમાં તે બીજા નંબરે પહોંચવામાં છે. આ સાથે ફ્રાન્સના બર્નાર્ડ આરનૉલ્ટ છે જેમની નેટવર્થ 143 અબજ ડોલરની છે.

[[$alsoread]]

જાણો મુકેશ અંબાણીની નેટવર્થ

દેશમાં સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી આ લિસ્ટમાં આઠમા નંબરે છે. તેમની નેટવર્થ 90 અબજ ડોલર છે. સોમવારે તેમાં 1.04 અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે તેની નેટવર્થમાં 5.6 કરોડ ડોલરનો વધારો થયો છે. આ લિસ્ટમાં ચોથા નંબરે અમેજોનના જેફ બેજોસ (114 અબજ ડોલર), પાંચમા નંબરે બિલ ગેટ્સ (108 અબજ ડોલર), છઠ્ઠા નંબરે દિગ્ગજ ગણાતા વોરેન બફેટ (102 અબજ ડોલર), સાતમા નંબરે લેરી એલિસન (91.2 અબજ ડોલર), નવમા નંબરે લેરી પેજ (83 અબજ ડોલર) અને 10મા નંબરે સ્ટીવ બાલ્મર (81 અબજ ડોલર) છે.  

  • Follow us on: