• સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યું પોતાનું બિઝનેસ સિક્રેટ
  • અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને દહીં-સાકર અંગે કહી મોટી વાત
  • જાણો શું છે દેશના 63માં ક્રમના કરોડપતિની સફળતાનું રહસ્ય

પોતાની આવડતને આધારે એક મોટા ઉદ્યોગનું સામ્રાજ્ય ઉભું કરનાર દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. પરંતુ, શું તમે જાણો છો એક સામાન્ય પરિવારમાં જન્મેલ વેદાંતા ગ્રુપના ચેરમેનની સફલતા પાછળ સૌથી મોટું રહસ્ય શું છે? જો નથી જનતા તો અમે જણાવીશું... વાસ્તવમાં આ કમાલ છે દહીં-સાકરનો... અને તેમણે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતનો ખુલાસો કર્યો


અનિલ અગ્રવાલનું દહીં-સાકર સિક્રેટ

સોશિયલ મીડિયા પર ખાસ્સા સક્રિય રહેતા બિઝનેસમેન અનિલ અગ્રવાલ અવારનવાર પોતાની પોતાના ઉદ્યોગપતિ તરીકેની કારકિર્દી અંગેના રસપ્રદ સત્યો શેર કરતા રહે છે. આ વખતે તેમણે પોતાની સફલતા પાછળનું રહસ્ય ‘દહીં-સાકર’ હોવાનું કહ્યું છે. તેમણે એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ‘કોઇપણ મોટી ઇવેન્ટ પહેલા હું દહીં-સાકર ચોક્કર ખાઉં છું, બાળપણમા મારી માં પણ મને ખવડાવતા હતા.

‘દહીં-સાકર’ મારા માટે Lucky Charm’

તેમણે પોતાના ટ્વીટમાં આગળ લખ્યું છે કે, ‘કોઈ મોટી ડીલ કે ઇવેન્ટમાં ભાષણ પહેલા દહીં-સાકર ખાવું માત્ર એક પરંપરા ન નથી, પરંતુ મારા માંનો આશીર્વાદ છે. આમ તો લોકો આને સ્વીટ યોગર્ટ અથવા ગળ્યું દહીં પણ કહે છે, પરંતુ મારા માટે આજે પણ આ મારા ઘરની સૌથી સુંદર યાદ છે. આ મારો જુનો લકી ચાર્મ છે.’


સોશિયલ મીડિયા પર રહે છે એક્ટીવ

વેદાંતા લિમિટેડને ઉભું કરનાર અનિલ અગ્રવાલે પોતાની મહેનત અને ધગસથી માઈનીંગ અને મેટલ બિઝનેસનો મોટું સામ્રાજ્ય ઉભું કરી દીધું છે. આવનાર સમયમાં તેઓ ભારતને સેમીકંડકટરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે મહત્વનું યોગદાન આપનાર છે. તેઓ સોશિયલ મીડિયામાં ઘણા જ સક્રિય રહીને બિહારથી શરૂ કરીને મુંબઈ થઈને લંડન સુધી પહોંચવા સુધીની પોતાની સફળતાની રસપ્રદ વાર્તાઓ શેર કરતા રહે છે.

અધધધ સંપત્તિના માલિક છે વેદાંતા ચેરમેન

Forbesના જણાવ્યા મુજબ, વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલની કુલ સંપત્તિ 250 કરોડ ડોલર છે. મેટલ કિંગના નામે જાણીતા થયેલ અનિલ અગ્રવાલ હાલ લંડનમાં સ્થાયી થયા છે. તેમની પાસે ભારતની પણ નાગરિકતા છે અને તેઓ દેશના 63માં ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે લંડન સ્ટોક એક્સચેન્જ પર લીસ્ટ થનાર પહેલી ભારતીય કંપની વેદાંતા જ હતી.


  • Follow us on: