• 2047 સુધીમાં ભારત બનશે વિકસિત રાષ્ટ્ર
  • ભારત અનેક પાસા પર આપે છે ધ્યાન
  • ભારતમાં થશે નવું રોકાણ

PM મોદીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મુદ્દો અનેક વખત ઉઠાવ્યો છે, ત્યારે આ મુદ્દે નાણાંમંત્રી નિર્મલા સિતારમણનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકાર ઘણા પાસાઓ પર ધ્યાન આપી રહી છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર,રોકાણ અને ઈનોવેશન છે. તેમણે વધુમાં કહ્યું કે, PM મોદી દ્વારા નિર્ધારિત લક્ષ્યને પૂર્ણ કરવા માટે ભારત પાસે જરૂરી સંસાધનો છે.

પ્રથમ પ્રાથમિકતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર

નાણાંમંત્રીએ કહ્યું કે, રોકાણકારોના હિતમાં સરકારના અનેક સુધારા સાથે ભારતમાં એક મોટી યુવા વસ્તી અને અર્થવ્યવસ્થાની જરૂરિયાત અનુસાર તેમને કુશળ બનાવવાથી ફાયદો થશે. નાણાંમંત્રીએ કહ્યું કે, વર્ષ 2047 સુધી ભારતને એક વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય સાથે 4 અલગ-અલગ પાસા પર ધ્યાન આપ્યું છે. આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ. ગત 3થી 5 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટેના જાહેર ખર્ચમાં વધારો થયો છે.અને 2023-24માં આ આંકડો 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.


બીજી પ્રાથમિકતા રોકાણ

તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે રોકાણ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેથી જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોની ભાગીદારી વધી રહી છે. તેમણે કહ્યું કે, તેની સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાંમંત્રી સિતારમણે CII દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, અમે જાહેર રોકાણ અને ખાનગી રોકાણ બંનેની શોધમાં છીએ. આ માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે.

ઈનોવેશન ત્રીજી પ્રાથમિકતા

તેમણે કહ્યું કે, ત્રીજી પ્રાથમિકતા ઈનોવેશન છે. સરકારે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવાની સાથે ખાનગી ઉદ્યોગ સાહસિકો માટે અંતરિક્ષ, પરમાણુ ઉર્જા સહિતના ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. નાણાંમંત્રીએ વધુમાં કહ્યું કે, આ તમામ પ્રાથમિકતાઓની સાથે તેમાં સમાવેશની પણ જરૂર છે. તેમણે કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ તેનો લાભ ભારતના દરેક વર્ગ સુધી પહોંચે.

  • Follow us on: