•  ફરી વિદેશી હૂંડિયામણ ભંડારમાં એકવાર વધારો થયો
  • આરબીઆઈ અનુસાર, વિદેશી હૂંડિયામણ વધીને 564.16 અબજ ડોલર થયું
  • સોનાનું રિઝર્વ મૂલ્ય 54.88 અબજ ડોલર થતા હૂંડિયામણ વધ્યું

દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા ત્રણ સપ્તાહના ઘટાડા બાદ, ત્રીજી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 3.67 બિલિયન ડોલર વધીને 641.59 બિલિયન ડોલર થયો છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ જાણકારી આપી હતી. અગાઉ 26 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં, દેશનો વિદેશી મુદ્રા ભંડાર 2.41 અબજ ડોલર ઘટીને 637.92 અબજ ડોલર થયો હતો. થોડા અઠવાડિયાની તેજી પછી આ 5 એપ્રિલના રોજ પૂરા થતા સપ્તાહમાં 648.56 બિલિયનની ડોલરની નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.

 આ કારણે વિદેશી હૂંડિયામણમાં વધારો

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના આંકડાઓ અનુસાર, ત્રણ મેના રોજ સમાપ્ત અઠવાડિયામાં ચલણ ભંડારને મુખ્ય હિસ્સો મનાતું વિદેશી ચલણ 4.46 અબજ ડોલર વધીને 564.16 અબજ ડોલર રહ્યું છે. ડોલરના સંદર્ભમાં વિદેશી ચલણની અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકે કહ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાનું રિઝર્વનું મૂલ્ય 653 મિલિયન ડોલર ઘટીને 54.88 અબજ ડોલર થયું છે.

IMFની પાસે જમામાં ઘટાડો

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ જણાવ્યું કે એસડીઆર 20 લાખ ડોલર વધીને 18.05 અબજ ડોલર થયું છે. રિઝર્વ બેંક અનુસાર સમીક્ષા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય વિદેશી હૂંડિયામણ આઈએમએફની પાસે ભારતનું રિઝર્વ 14 કરોડ ડોલર ઘટીને 4.49 અબજ ડોલર રહી ગઈ છે.


  • Follow us on: