દેશના સૌથી ધનિક વ્યકિતઓમાં સામેલ એવા ગૌતમ અદાણીની આગેવાની ધરાવતી અદાણી ગૃપ હવે પાડોશી દેશ ચીનમાં પહોંચ્યું છે. અદાણી જૂથે આ પાડોશી દેશમાં પોતાનો કારોબાર ફેલાવવા માટે એક સબ્સિડિયરી કંપનીનું રજિસ્ટ્રેશન ત્યાં કરાવ્યું છે. જેથખી હવે ચીનમાં પણ અદાણી જૂથ પોતાની જડો ફેલાવવાની શરૂ કરશે. અદાણી એન્ટરપ્રાઈઝીસની સબ્સિડિયરી અદાણી ગ્લોબલ પીટીઈથી આ કામ કર્યું છે.
મોટા કોન્ટ્રાક્ટ મેળવવા કંપની પ્રયાસ કરશે
અદાણી એન્ટરપ્રાઈઝીસ હેઠળ અદાણી ગૃપ માઈનિંગ, એરપોર્ટ, રોડ, ડૅટા સેન્ટર અને વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાય આવે છે. ફાઈલિંગમાં કહેવાયું છે કે અદાણી ઊર્જા રિસોર્સિઝ ચીનના શાંઘાઈને બે સપ્ટેમ્બર 2024ના રોજ પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઈના કંપનીના કાયદા હેઠળ નોંધણી કરાવી છે. આ કંપનીએ અત્યાર સુધી ત્યાં પોતાનો કારોબાર શરૂ નથી કર્યો પરંતુ એવું મનાઈ રહ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઈઝીસ ટૂંક સમયમાં મોટા કોન્ટ્રાક્ટ મેળવવા પ્રયાસ કરશે.
નૈરોબી એરપોર્ટ માટે કેન્યામાં સબ્સિડિયરી નોંધાવી
તાજેતરમાં અદાણી એન્ટરપ્રાઈઝીસે કેન્યામાં પણ એક સબ્સિડિયરી એરપોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકટ પીએલસી નોંધણી કરાવી હતી. ભારતમાં સાત એરપોર્ટનું સંચાલન કરનારી કંપની હવે વિદેશોમાં પણ પોતાના એન્ટ્રી કરી રહી છે. આ સેકટરમાં રોકાણ મેળવવા તાજેતરમાં ગ્લોબલ એરપોર્ટસ ઓપરેટર એલએસસીના નામથી અબુ ધાબીમાં કંપની બનાવી હતી. મળતી માહિતી અનુસાર, અદાણી ગૃપે નૈરોબીના જમોમો ઈન્ટરનેશનલ એરપોર્ટમાં રોકાણ માટે કેન્યા સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દેશની બહાર અદાણી ગૃપ પહેલા એરપોર્ટ બનાવી શકે છે.