શેરબજારના વિશેષ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં બિઝનેસમેન ગૌતમ અદાણી માટે ખૂબ ફાયદાકારક રહ્યું હતું. અદાણી ગૃપે 10માંથી 9 કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. જેમાંથી અદાણી ગ્રીન એનર્જીના માર્કેટ કેપમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. વાત કરીએ નવ કંપનીઓના માર્કેટ કેપમાં કુલ 12,295 શેરમાં વધારો જોવા મળ્યો. જ્યારે અદાણી વિલ્મરના માર્કેટ કેપમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તમે પણ જાણો ગૌતમ અદાણી જૂથની કંપનીને કેટલો ફાયદો થયો અને કેટલું નુકસાન..


 

અદાણી ગૃપની કંપનીઓમાં વૃદ્ધિ

  • અદાણી એન્ટરપ્રાઇઝનું માર્કેટ કેપ રૂપિયા 201.99 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 3,40,096.66 કરોડ રૂપિયાથી વધીને 3,40,298.65 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી પોર્ટ અને SEZનું માર્કેટ કેપ રૂપિયા 3,747.85 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 2,97,386.32 કરોડ રૂપિયાથી વધીને 3,01,134.17 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી પાવરનું માર્કેટ કેપ રૂપિયા 1,581.35 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 2,28,658.62 કરોડ રૂપિયાથી વધીને 2,30,239.97 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી એનર્જી સોલ્યુશન્સનું માર્કેટ કેપ રૂપિયા 102.11 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 1,17,209.15 કરોડ રૂપિયાથી વધીને 1,17,311.26 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ગ્રીન એનર્જીના માર્કેટ કેપમાં રૂપિયા 5,369.88 કરોડનો વધારો થયો છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 2,53,128.38 કરોડ રૂપિયાથી વધીને 2,58,498.26 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ટોટલ ગૅસનું માર્કેટ કેપ રૂપિયા 505.92 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 79,032.35 કરોડ રૂપિયાથી વધીને 79,538.27 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ગૃપ: માત્ર એક કંપની અદાણી વિલ્મરના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. આ કંપનીને રૂપિયા 279.43 કરોડનું નુકસાન થયું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 44,981.88 કરોડ રૂપિયાથી ઘટીને 44,702.45 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ગૃપની સિમેન્ટ કંપની ACC લિમિટેડનું માર્કેટ કેપ રૂપિયા 156.81 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 43,562.88 કરોડ રૂપિયાથી વધીને 43,719.69 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ગૃપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સનું માર્કેટ કેપ રૂપિયા 615.79 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 1,42,959.68 કરોડ રૂપિયાથી વધીને 1,43,575.47 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ગૃપની મીડિયા કંપની NDTVનું માર્કેટ કેપ રૂપિયા 12.9 કરોડ વધ્યું છે. જે બાદ કંપનીનું માર્કેટ કેપ 1,084.40 કરોડ રૂપિયાથી વધીને 1,097.30 કરોડ રૂપિયા થઈ ગયું છે.
  • અદાણી ગૃપની 10માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 12,294.6 કરોડનો વધારો થયો છે. જ્યારે એક કંપનીના માર્કેટ કેપને રૂપિયા 279 કરોડથી વધુનું નુકસાન થયું છે.

  • Follow us on: