• અદાણી ગૃપના માલિક ગૌતમ અદાણી ભારતના નંબર વન અમીર વ્યકિત
  • મુકેશ અંબાણીને પાછળ છોડીને અદાણી આવ્યા આગળ
  • અદાણી શેર્સમાં આવેલી તેજીએ નેટવર્થમાં તોતિંગ કમાણી કરાવી

દેશના જાણીતા અદાણી ગૃપના માલિક ગૌતમ અદાણીએ દિગ્ગજ કારોબારી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુક્શે અંબાણીને ફરી એકવાર પાછળ છોડીને સૌથી વધુ ધનવાન બની ગયા છે. ગત થોડા દિવસોથી અદાણી ગૃપના સ્ટોક્સમાં આવેલા જોરદાર ઉછાળાને લીધે ગૌતમ અદાણીની નેટવર્થમાં તેજીથી વધારો નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે દુનિયાના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીએ મુ અંબાણીને પાછળ છોડીને 12માં સ્થાન પર પહોંચી ગયા છે.

 ગૌતમ અદાણીની નેટવર્થ કેટલી

[[$googlead]]

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ ગત 24 કલાકમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અને આ 7.6 બિલિયન ડોલરથી વધીને 97.6 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 97 બિલિયન ડોલર છે. મુક્શે અંબાણીની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં 764 મિલિયન ડોલરનો વધારો થયો છે. ગૌતમ અદાણી ગુરુવારે વિશ્વના ધનવાનોની યાદીમાં 14માં સ્થાને હતા. બાદ અદાણી ગૃપના શેરમાં તોફાની તેજી જોવા મળતા તેઓ મુકેશ અંબાણીને પછાડીને શુક્રવારે 12માં સ્થાને પહોંચી ગયા છે. આમ તેઓ એશિયા અને ભારતના સૌથી વધુ અમીર વ્યકિત બન્યા છે.

[[$alsoread]]

ગૌતમ અદાણીની સંપત્તિમાં તેજીનું આ રહ્યું કારણ ?

હિંડનબર્ગ કેસમાં અદાણી ગૃપને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ તેના સ્ટોક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. અદાણી ગૃપના શેર્સમાં બે દિવસથી તેજી જોવાઈ રહી છે. શુક્રવારે પણ શેર્સમાં તેજી યથાવત્ રહી છે. અદાણી પોર્ટ, એસીસી સિમેન્ટ વગેરે જેવી કંપનીઓના શેરોમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે.

સુપ્રીમે અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીની તપાસને યોગ્ય ઠેરવી હતી. સુપ્રીમે સેબીને બે કેસની તપાસ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટને સેબીની તપાસમાં કોઈ કચાશ ન જણાતા કેસની એસઆઈટીને ટ્રાંસફર કરવાની અરજી સુપ્રીમે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટથી મળેલી મોટી રાહત બાદ અદાણી ગૃપના શેર્સમાં ભારે તેજી ચાલુ છે. આની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર જોવા મળી રહી છે.

 આ રહ્યા દુનિયાના ટોપ-3 સૌથી વધુ પૈસાદાર

વિશ્વના બિલિનિયર્સના લિસ્ટમાં ટોપ પર એક્સ અને ટેસ્લાના માલિક એલન મસ્કનું નામ આવે છે. એલનની નેટવર્થ 220 બિલિયન ડોલર છે. જ્યારે આ યાદીમાં બીજા સ્થાને અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોઝ છે જેની કુલ સંપત્તિ 169 બિલિયન ડોલર છે. લક્ઝરી ફેશન બ્રાંડ એલવીના માલિક બનાર્ડ અર્નોલ્ટ આ લિ,સ્ટમાં ત્રીજા સ્થાન પર છે. તેઓની કુલ નેટવર્થ 168 બિલિયન ડોલર છે.

  • Follow us on: