- દુનિયાના ટોચના 10 સૌથી ધનિકોની યાદીમાં બે ભારતીય
- અંબાણી યાદીમાં આઠમા નંબર પર
- ટેસ્લાના વડા એલોન મસ્ક યાદીમાં નંબર વન પર યથાવત
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ $123.1 અબજ હોવાનો અંદાજ છે. તેણે બર્કશાયર હેથવેના વોરેન બફેટને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું. હવે બફેટ $121.7 અબજની કુલ અંદાજિત સંપત્તિ સાથે છઠ્ઠા નંબરે સરકી ગયા છે.
ટોપ 10માં બે ભારતીય
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા સ્થાને છે. વિશ્વના 10 સૌથી ધનિક લોકોમાંથી બે ભારતીય છે. અંબાણીની કુલ નેટ વર્થ $103.70 અબજ હોવાનો અંદાજ છે.
એલોન મસ્ક ટોચ પર
ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્ક આ યાદીમાં પ્રથમ નંબરે છે. તેમની કુલ નેટવર્થ $269.70 અબજ હોવાનો અંદાજ છે. જેફ બેઝોસ $170.2 અબજની નેટવર્થ સાથે બીજા નંબરે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ અંદાજે $166.8 અબજ છે અને તેઓ આ યાદીમાં ત્રીજા નંબરે છે.
બિલ ગેટ્સ ચોથા નંબરે
ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બિલ ગેટ્સ ચોથા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ $130.2 અબજ હોવાનો અંદાજ છે. આ યાદીમાં લેરી એલિસન સાતમા નંબરે છે. તેમની કુલ નેટવર્થ $107.6 અબજ હોવાનો અંદાજ છે.
લેરી પેજની કુલ સંપત્તિ 102.4 અબજ ડોલર અંદાજવામાં આવી છે અને તે આ યાદીમાં નવમા નંબરે છે. તો સર્ગેઈ બ્રિન $98.5 અબજની કુલ સંપત્તિ સાથે 10મા નંબરે છે.