• મોદી સરકારની યોજનાનો ઝડપથી લો લાભ
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ફ્રીમાં 1 ગેસ સિલિન્ડર મળશે
  • ડોક્યુમેન્ટ્સમાં ફક્ત આધાર કાર્ડ રહેશે જરૂરી

મોદી સરકારની અનેક યોજનાઓથી ગરીબોને અનેક પ્રકારના લાભ મળી ચૂક્યા છે. આવી જ એક યોજનામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે. જેમાં ચુલ્હા પર ભોજન બનાવતા લોકોને હવે ગેસ સિલિન્ડરનો લાભ આપવામાં આવશે. જો તમારી પાસે ગેસ સિલિન્ડરનું કનેક્શન નથી તો તમે આધાર કાર્ડની મદદથી નવું કનેક્શન મેળવી શકો છો. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે ફ્રી એલપીજી ગેસ સિલિન્ડર મિનિટોમાં મેળવી શકો છો. તો જાણો તમે કેવી રીતે મોદી સરકારની યોજનાનો લાભ લઈ શકશો અને નવો ગેસ સિલિન્ડર મેળવી શકશો.

આધાર કાર્ડ રહેશે જરૂરી

ભારતમાં એક યોજના ચાલી રહી છે તેનું નામ છે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના. જેના આધારે પરિવારને ફ્રી એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે અને પહેલો એલપીજી ગેસ સિલિન્ડર પણ ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો આધાર કાર્ડ હોવું જરૂરી રહે છે. આ પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તો જાણો શું છે ખાસ પ્રોસેસ.

કયા ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂર

જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારી પાસે રહેઠાણનું પ્રમાણપત્ર, બેંક પાસબુક અને આધારકાર્ડ હોય તે જરૂરી છે. તમે આ ડોક્યુમેન્ટ્સની મદદથી સબ્સિડી બેંક પાસબુક, રાશન કાર્ડ અને મોબાઈલ નંબર પર મેળવી શકો છો. આ ડોક્યુમેન્ટ્સ હશે તો તમે કોઈ પણ રાજ્યમાંથી આવતા હશો તો તમે ઉજ્જવલા યોજનાના આધારે ફ્રીમાં ગેસ સિલિન્ડર મેળવી શકશો.

કેવી રીતે કરશો અરજી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના આધારે નવા ગેસ કનેક્શનને માટે સૌથી પહેલા નજીકની એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે. જો તમે નજીકની એજન્સીમાં સંપર્ક કરીને ત્યાં જાઓ છો તો તમે વધારે સારી રીતે તમામ માહિતિ મેળવી શકો છો. તમે ફોર્મ ભરો અને તમારી પાસે રૂપિયા લેવામાં આવશે નહીં. તમને ગેસ સિલિન્ડર અને ગેસની સગડી ફ્રીમાં આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત આધાર કાર્ડની મદદ પણ લઈ શકાય છે.  

  • Follow us on: