• બુલિયન માર્કેટના પ્લેયર્સની શોર્ટ કવરીંગથી હલચલ
  • હોળાષ્ટકથી માંગલિક પ્રસંગો પર વેક્યુમ બ્રેક વાગશે
  • 24 કેરેટ 10 ગ્રામની સોનાની લગડીનો ભાવ રૂ.58,500

સોના-ચાંદીના ભાવ વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો સાથે બુલિયન માર્કેટના પ્લેયર્સની શોર્ટ કવરીંગ-લોંગ અનવાઇડિંગ હલચલ મચાવે છે. હોળાષ્ટક પૂર્વે લોકલ માર્કેટમાં પણ સોના-ચાંદીની માગમાં ધરખમ ઘટાડો નોંધાતા ભાવ ઘટવા લાગ્યા છે.

આગામી તા.26મી ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થશે. વસંત પંચમી બાદ લગ્નસરાની મોસમ પૂર્ણ થવાને આરે છે જે સાથે એન.આર.આઇ. સિઝન પણ હવે પૂર્ણ થશે. હોળાષ્ટકથી માંગલિક પ્રસંગો પર વેક્યુમ બ્રેક વાગશે. કાળઝાળ ગરમીના માહોલમાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. આવા અનેકવિધ કારણોને લીધે લોકલ માર્કેટમાં સોના-ચાંદીની માગ ઘટવા પામી છે.

અલકાપુરી વિસ્તારના જ્વેલર્સ સૌરભ નવીનભાઇ સોનીએ વધુમાં ઉમેર્યું હતું કે સોમવારે તા.૨0મી ફેબ્રુઆરીના રોજ 24 કેરેટ 10 ગ્રામની સોનાની લગડીનો ભાવ રૂ.58,500ની આસપાસ રમતો હતો. થોડા દિવસો પૂર્વે સોનાના ભાવે રૂ.60,900ની સપાટી ઓળંગી હતી. જ્યારે, ચાંદીનો 1 કિલોનો ભાવ સોમવારે રૂ.67,900 થયો હતો જે ભાવ પણ થોડા દિવસો પૂર્વે રૂ.70,150ની સપાટી ઓળંગી હતી. જ્યારે, જ્વેલર્સ ગિરીશ ગણદેવીકરે ઉલ્લેખ્યું હતું અમેરિકાની ફેડરલ બેંક ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી આશાને પગલે સોના-ચાંદીના ભાવમાં શેરબજારની જેમ ઊતાર-ચઢાવનો દોર જારી રહે છે.


  • Follow us on: