તહેવારોની સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. નવરાત્રીથી દિવાળી અને ત્યાર બાદ લગ્નની સિઝન શરૂ થશે. આવી પરિસ્થિતિમાં લોકોએ ઘરેણાં ખરીદવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ જ્વેલરી બનાવવાનું આપવાનું વિચારી રહ્યા છો, તો એકવાર રેટ ચોક્કસથી તપાસો. આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો તમે રવિવારે જ્વેલરી ઓર્ડર કરવાનું વિચારી રહ્યાં છો, તો આ યોગ્ય તક છે.


આજે સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 66,950 રૂપિયા છે. ગત દિવસે ભાવ 67,360 હતો. 24 કેરેટ સોનાની કિંમત આજે 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 73,470 રૂપિયા હતો. ચાંદીમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ચાંદી રૂ. 89,500 પ્રતિ કિલોના ભાવે છે, જ્યારે ગઈકાલે સાંજ સુધી ચાંદી રૂ. 90,000ના ભાવ હતો.

અમદાવાદમાં સોનાનો આજનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 66,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 72,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 66,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 73,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં આજે સોનાનો ભાવ

હાલમાં મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

શહેર22 કેરેટ24 કેરેટ
ચેન્નાઈ66,80072,870
કોલકાતા66,80072,870
ગુરુગ્રામ66,95073,020
લખનૌ66,95073,020
બેંગલુરુ66,800 72,870
જયપુર 66,95073,020
પટના66,85072,920
ભુવનેશ્વર66,80072,870
હૈદરાબાદ66,80072,870


  • Follow us on: