- આતાય ડ્યુટીમાં કરેલ ઘટાડા બાદ ફરીથી સોનાની કિંમત 70 હજારની આસપાસ
- SGB સ્કિમ હેઠળ રોકાણકારોને 8 વર્ષમાં 122 ટકા રિટર્ન આપ્યુ
- SGBના રિડેમ્પશન પર ઉદ્ભવતા કેપિટલ બેનિફિટ ટેક્સમાંથી મુક્તિ
ભારતીય રિઝર્વ બેન્કે ઓગસ્ટ 2016માં 3,119 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત પર સોનાની સ્કિમ શરું કરી હતી જેના કારણે SGB હેઠળ રોકાણ કરનારા રોકાણકારોને સારુ રિટર્ન મળ્યું છે. બજેટ 2024માં આયાત ડ્યુટી ઘટાડ્યા બાદ સોનાના ભાવમાં ઘણો ઘટાડો આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ હવે સોનું ફરીથી 70 હજારની આસપાસ પહોંચી ગયું છે.
SGB સ્કિમ ઓગસ્ટ 2016માં શરૂ કરવામાં આવી
આ વચ્ચે સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડનું ફાઈનલ રિડેમ્પશન પ્રાઈસ જાહેર કરી દીધો છે.જેની કિંમત 6,938 રૂપિયા પ્રતિ ગ્રામ છે. સરકારે 29 જુલાઈથી 2 ઓગસ્ટની સરકાર કિંમતને રિડેંપ્શન પ્રાઈસ સુધી નક્કી કરી છે. સોવરેન ગોલ્ડ બોન્ડની આ સ્કિમ 5 ઓગસ્ટ 2016માં શરૂ કરવામાં આવી છે.
SGB હેઠળ રોકાણ કરનારને મળે છે સારું રિટર્ન
ભારતીય રિઝર્વ બેન્કે ઓગસ્ટ 2016માં 3,119 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમતમાં સોનું જાહેર કરતા SGB હેઠળ રોકાણ કરનારા રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે. પાકતી મુદત પૂરી થાય ત્યાં સુધી રોકાણ કરનાર રોકાણકારોને સોના પર બમણા કરતા વધુ રિટર્ન આપ્યું છે. ગણતરી મુજબ આ યોજનાએ 8 વર્ષમાં 122 ટકા રિટર્ન આપ્યું છે.
SGBમાં રોકાણકાર સમય પહેલા સોનું વેહી નફો મળવી શકે છે
RBIના નિયમ મુજબ કોઈ પણ સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકાર સમય પહેલા સોનું વેચીને નફો મેળવી શકે છે. આવી સ્થિતિમાં RBI દ્વારા ગોલ્ડ બોન્ડના રિડેમ્પશન પ્રાઈસની જાહેરાત પછી જો કોઈ હવે SGB હેઠળ સોનું વેચવા માંગે છે તો તેને 2.2 ગણા પૈસા મળશે. આ કારણે કોઈએ 1 લાખ રૂપિયા આ સમયગાળા દરમિયાન સોવરેન ગોલ્ડ બોન્ડ 2016માં રોકાણ કર્યું હોય તો તેને આજે 2.22 લાખ રૂપિયા મળ્યા હોત.
કેટલુ મળ છે ફિક્સ વ્યાજ
આ સ્કિમ હેઠળ રોકાણકારોને 2.72 ટકા ફિક્સ રિટર્ન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કુલ રિટર્ન રોકાણકારને 8 વર્ષ દરમિયાન 144 ટકા મળ્યું છે. એટલે કે 12 ટકાના CAGR રહ્યું છે.
SGB પ્રિમેચ્યોર રિડેમ્પશન કેવી રીતે કરવું?
SGB પ્રિમેચ્યોર રિડેમ્પશન માટે રોકાણકારો કુપન પેમેન્ટ તારીખથી 30 દિવસ પહેલા બેન્ક/સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL) ઓફિસ/પોસ્ટ ઓફિસ/એજન્ટનો સંપર્ક કરી શકે છે. રિક્વેસ્ટ સ્વીકાર્યા પછી આપેલ બેન્ક ખાતામાં પૈસા મોકલવામાં આવશે. પ્રિમેચ્યોર પેમેન્ટ અને વ્યાજનું ચુકવણી 10 દિવસની અંદર કરવામાં આવે છે.
સમય પહેલા ઉપાડ પર ટેક્સ
સોવરિન ગોલ્ડ બોન્ડના રિટર્નને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. બોન્ડ મેચ્યોરિટી પર મળેલ કેપિટલ બેનિફિટ અને 6 મહિનાના વ્યાજની રકમ. RBIનું કહવે છેકે બોન્ડ પરનું વ્યાજ આવકવેરા અધિનિયમ 1961 (1961નું 43)ની જોગવાઈઓ અનુસાર ટેક્સ હેઠળ હશે. કોઈપણ વ્યક્તિ SGBના રિડેમ્પશન પર ઉદ્ભવતા કેપિટલ બેનિફિટ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. બોન્ડના ટ્રાન્સફર પર કોઈપણ વ્યક્તિને થતા લોન્ગ ટર્મ કેપિટલ લાભ પર ઈન્ડેક્સેશન નફો આપવામાં આવશે. આ બોન્ડ પર TDS લાગુ પડતું નથી.