સોનાના ભાવ અત્યારે આસમાને છે. સોનુ ખરીદવુ હોય તો પણ 100 વાર વિચાર કરવો પડે અથવા તો ભાવ ઓછો થાય તેની રાહ જોવી પડે. પણ સોનાનો ભાવ ઓછો થશે ખરા ? નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે સોનામાં અત્યારે શાનદાર તેજી છે પરંતુ હવે સમય આવી ગયો છે કે સોનાના ભાવ ઘટશે. આવો જાણીએ શું કહે છે નિષ્ણાંત
સોનાના ભાવમાં થશે ઘટાડો?
સોનાનો ભાવ હાલમાં 97 હજાર પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટનો ભાવ ઇન્ડિયન બુલિયન માર્કેટમાં 96967 છે. જ્યારે 22 કેરેટનો 88817 છે. આ બધા વચ્ચે ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યુ છે કે સોનાનો ભાવ ચરમ સીમાએ છે અને હવે તેમાં ઘટાડો થશે. ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે આવનારા બે મહિનામાં ડોલરના મુકાબલે 12થી15 ટકા સુધારો થઇ શકે છે. ત્યારે ખરીદી કરી શકો છે. અને રોકાણના હેતુ પોર્ટફોલિયોમાં થોડુ વધારે સોનુ રાખી શકાય છે. આ શોર્ટ ટર્મ અંદાજ છતાં ફંડ ગોલ્ડ માટે મિડ અને લોંગ ટર્મ સંભાવનાઓ માટે આશાવાદી રહે છે, જે સૂચવે છે કે તે હજુ પણ રોકાણ પોર્ટફોલિયોનો એક મહત્વપૂર્ણ ભાગ હોવો જોઈએ.
ક્રૂડ ઓઇલ માટે તેજીનો મહિનો
આ ઉપરાંત ફંડ અપેક્ષા રાખે છે કે જૂન મહિનો ક્રૂડ ઓઇલ માટે તેજીનો મહિનો રહેશે, જેમાં 10-12% ના સંભવિત વધારો થઇ શકે છે. ખાસ કરીને જો બજારોમાં જોખમ મુક્ત વસ્તુઓ ઉભરી આવે તો. ફંડનું વિશ્લેષણ દર્શાવે છે કે વૈશ્વિક ઇક્વિટી બજારો તાજેતરમાં ઘટ્યા છે અને મધ્યમ ગાળામાં પણ વૈશ્વિક અને યુએસ ઇક્વિટી માટે પડકારો રહે છે. પરંતુ વૈશ્વિક સ્તરે લિક્વિડીટી મજબૂત રહે છે. જાન્યુઆરીથી નોંધપાત્ર સુધારા પછી DXY ઇન્ડેક્સ સ્થિર થઈ રહ્યો હોય તેવું લાગે છે, જેમાં સંભવિત તેજીની અપેક્ષા છે.
ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડને PSU, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હોટેલ્સ અને હોસ્પિટાલિટી, ફાર્માસ્યુટિકલ્સ, મટિરિયલ્સ, રિટેલ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં પસંદગીની ખરીદીની તકો મળી શકે છે. ફંડના 'પ્રોડક્ટિવ એનાલિટિક્સ મોડેલ ભારતીય ઇક્વિટીમાં સુધારાત્મક તબક્કાના અંતની આગાહી કરી રહ્યા છે અને તેજીની અપેક્ષા રાખી રહ્યા છે.
સોનાના ભાવમાં ઘટાડાની અપેક્ષા
ડોલર ઇન્ડેક્સ પણ સ્થિર થઈ શકે છે. આવી સ્થિતિમાં, સોનાના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું હતું કે વિશ્વભર અને ભારતમાં રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોને મિશ્ર રાખવો જોઈએ.
MCX પર સોનાના ભાવ વિશે વાત કરીએ તો, તે આજે પ્રતિ 10 ગ્રામ રૂ. 97805 પર હતો. જ્યારે ચાંદીનો ભાવ રૂ. 1 લાખથી ઉપર હતો. આજે સોનાના ભાવમાં પણ રૂ. 150નો ઘટાડો થયો હતો અને ચાંદીના ભાવમાં રૂ. 80નો ઘટાડો થયો હતો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ક્વાંટ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તે માહિતી છે. જે માત્ર તમારી જાણકારીના ભાગરૂપે રજૂ કરવામાં આવી છે. આવી માહિતીની સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતું નથી )
