• માર્ચ મહિનામાં સોનાના ભાવમાં 5700નો હતો વધારો
  • સત્તત સોનાના ભાવમાં વધારાના કારણે બજારમાં મંદી
  • MCX પર પ્રથમ વખત સોનાનો ભાવ 73 હજારને પાર

સોનાના ભાવે આજે સર્વોચ્ચ સપાટી વટાવી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં સોનાના ભાવમાં 2400 રૂપિયાનો વધારો થયો હતો. તો માર્ચ મહિનામાં સોનાના ભાવમાં 5700 રૂપિયાનો વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં સોનાના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે સોના બજારમાં મંદી આવી રહી છે. હાલમાં MCX પર પ્રથમ વખત સોનાનો ભાવ 73 હજારને પાર પહોંચ્યો છે. આજનો સોનાનો નવો ભાવ રૂ. 73, 600 પ્રતિ તોલા નોંધાયો છે.

મહિનાની શરૂઆતમાં પણ વધ્યા હતા સોનાના ભાવ

[[$googlead]]

એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ સવારમાં એમસીએક્સ પર સોનાની કિંમત વધી રહી હતી અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં જ તે નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો. ઇન્ટ્રાડેમાં, એમસીએક્સ પર એપ્રિલ ગોલ્ડ કોન્ટ્રાક્ટ રૂ. 69,487 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો હતો, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સોનાનું સર્વોચ્ચ સ્તર છે. તે જ સમયે, જૂન કોન્ટ્રાક્ટની કિંમત વધીને 68,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

[[$alsoread]]

સોનું વિશ્વની પરંપરાગત પસંદગી

સોનાના ભાવમાં વર્તમાન વધારો આકસ્મિક નથી. હકીકતમાં, સોનું પરંપરાગત રીતે રોકાણકારોનું પ્રિય સાધન રહ્યું છે. જ્યારે અનિશ્ચિતતા વધે છે ત્યારે સોનાની માંગ વધે છે. વિશ્વભરના રોકાણકારો પીળી ધાતુને સૌથી સુરક્ષિત રોકાણ માને છે. આ કારણે જ્યારે પણ વધતા જિયોપોલિટિકલ ટેન્શન કે અન્ય કારણોસર આર્થિક પરિસ્થિતિ અનિશ્ચિત બને છે ત્યારે રોકાણકારો સોના પાછળ દોડવા લાગે છે.

આ કારણોસર હવે ભાવ વધી રહ્યા છે

ભૌગોલિક રાજકીય તણાવ અત્યારે ખૂબ જ વધારે છે. પૂર્વ યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઉકેલના કોઈ સંકેતો નથી. ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના સંકેતોથી પણ સોનાના ભાવને ટેકો મળ્યો છે. ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ત્રણ ઘટાડાનો સંકેત આપ્યો છે. ઓછા વ્યાજદરને કારણે બોન્ડ યીલ્ડમાં ઘટાડો થાય છે, જેના કારણે રોકાણકારો વિકલ્પો શોધવાનું શરૂ કરે છે. જેમાં વધારે ફાયદો સોનાને થાય છે.

દુકાનદારોની ઘરાકી ઘટી

વેપારીઓની વાત કરીએ તો સોનાના ભાવમાં આવી રહેલા વધારાના કારણે સીઝનમાં પણ ઘરાકી ઓછી થતી હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં MCX પર પ્રથમ વખત સોનાનો ભાવ 73હજારને પાર જોવા મળ્યો છે. આજની વાત કરીએ તો સોનાનો આજનો ભાવ 73,600 રૂપિયા પ્રતિ તોલા નોંધાયો છે. 

  • Follow us on: