જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. હાલના સમયમાં આ ટ્રેડીંગ દિવસોમાં ભાવમા નરમાઈ જોવા મળી છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો (Today Gold rate) અને ચાંદી ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.

આ ટ્રેડિંગ સપ્તાહના છઠા દિવસે એટલે કે, શનિવારે સોનું 1,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 98,390 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાનો ભાવ 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 99,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. શનિવારે ચાંદી 200 રૂપિયા ઘટીને 98,900 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા શુક્રવારે પણ ચાંદી 200 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 98,900 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

જાણો, તમારા શહેરમાં આજનો સોનાનો ભાવ

શહેરનું નામ22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી90609883
મુંબઈ90459868
અમદાવાદ90509873
ચેન્નાઈ90459868
કોલકત્તા90459868

સોનુ ખરીદતી વખેત ધ્યાન રાખો

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.