સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં 10 ગ્રામ સોનું 1 લાખ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકે છે. આજે, 20 માર્ચ 2025ના રોજ સોનું 90,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જેથી રોકાણકારો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.


એક્સપર્ટના મત અનુસાર, ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલના હુમલાને કારણે વિશ્વભરમાં તણાવની સ્થિતિ ફરીથી વધવા પામી છે. આવી પરિસ્થિતિમાં ઈન્વેસ્ટરો સોનાને સૌથી સુરક્ષિત ઈનવેસ્ટમેન્ટ માની રહ્યા છે, જેના કારણે તેની માંગમાં વધારો થયો છે અને ભાવ સાતમાં આસમાને પહોંચી ગયો છે.

 જાણો, તમારા શહેરનો આજનો સોનાનો ભાવ:

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આજે દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો ભાવ આ પ્રમાણે છે:


શહેર22 કેરેટ સોનાનો ભાવ(10 ગ્રામ)24 કેરેટ સોનાનો ભાવ(10 ગ્રામ)
દિલ્હી90,600 રુપિયા81,203 રુપિયા
મુંબઈ90,450 રુપિયા81,203 રુપિયા
ચેન્નાઈ90,450 રુપિયા81, 203 રુપિયા
પુણે90,450 રુપિયા82,910 રુપિયા
વારાસણી 90,600 રુપિયા 83,060 રુપિયા
અમદાવાદ91,175 રુપિયા

83,150 રુપિયા


ચાંદીના ભાવમાં પણ વધારો-

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો બેન્ચમાર્ક કોન્ટ્રાક્ટ આજે વધારા સાથે ખુલ્યો હતો. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે ચાંદીનો ભાવ 1,05,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

સોનાના ભાવમાં થઈ રહેલા સતત વધારો રોકાણકારો માટે એક સારો સંકેત હોઈ શકે છે, પરંતુ સામાન્ય લોકો માટે તે ચિંતાનો વિષય છે. એક્સપર્ટનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો સોનાનો ભાવ હજુ પણ વધી શકે છે.

  • Follow us on: