આજે સોનાનો ભાવ લાલ નિશાન પર ખુલ્યો છે. ગઈકાલની સરખામણીમાં સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે સોનાનો ભાવ 95,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો પરંતુ તે ફરી એકવાર ઘટીને 97,500 રૂપિયાની આસપાસ આવી ગયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 97600 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 89400 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવાર, 23 મે ના રોજ વિવિધ શહેરોમાં શું છે સોનાના ભાવ, આવો જાણીએ.
મેટ્રો સીટીમાં શું છે આજના પ્રતિ ગ્રામ સોનાના ભાવ ?
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 89,450 | 97,580 |
| દિલ્હી | 89,550 | 97,680 |
| ચેન્નાઇ | 89,400 | 97,530 |
| મુંબઇ | 89,400 | 97,530 |
| કોલકાતા | 89,300 | 97,530 |
ચાંદીનો ભાવ
ગુરુવારે 22 મે, 2025 ના રોજ ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા પ્રતિ કિલો હતો. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદી 1,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધી જાય છે.
