સોનાના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો થઇ રહ્યો છે. ઘણીવાર તો સોનુ એક લાખની આસપાસ પહોંચી જાય છે તો ઘણીવાર ઘટાડો જોવા મળે છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં 2950 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ રાજધાની દિલ્હીમાં ભાવ 98230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનું 2700 રૂપિયા મોંઘુ થયું છે. 10 મોટા શહેરોમાં સોનાનો નવીનતમ ભાવ શું છે આવો જાણીએ.


[[$googlead]]

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 10 ગ્રામ દીઠ 90050 રૂપિયા છે.

[[$alsoread]]

કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં કિંમત

મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 89900 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98080 રૂપિયા છે.

જયપુર, લખનૌ અને ચંદીગઢમાં સોનાની કિંમત

આ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 98,230 રૂપિયા છે. 22 કેરેટની કિંમત 10 ગ્રામ દીઠ 90050 રૂપિયા છે.

ભોપાલ અને અમદાવાદમાં કિંમત

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 89,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 98130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીનો ભાવ

બીજી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ એક અઠવાડિયામાં 2900 રૂપિયાનો વધારો થયો છે. 25 મેના રોજ ચાંદીનો ભાવ 99900 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 મેના રોજ ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ 350 રૂપિયા ઘટીને 97850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો. દિલ્હી બુલિયન બજારમાં ચાંદી 2,000 રૂપિયા ઘટીને 99,200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

  • Follow us on: