નવું નાણાકીય વર્ષ FY 1 એપ્રિલ 2025 થી શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષ અને ત્રીજી નવરાત્રી પર સોનું મોંઘુ થયું છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 900 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ સોના અને ચાંદીનો આજનો લેટેસ્ટ રેટ.


[[$googlead]]

આજે સોનાનો ભાવ કેટલો ?

દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 92000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે. જ્યારે મુંબઈમાં સોનાના ભાવમાં 91,900 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 84000 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

[[$alsoread]]

ચાંદીનો ભાવ

ચાંદીના વાયદાની શરૂઆત મજબૂતી સાથે થઈ. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક મે કોન્ટ્રેક્ટ આજે રૂ. 333ના વધારા સાથે રૂ. 1,00398 પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ રૂ.1,0065 હતો. 880 રૂપિયાના વધારા સાથે ₹1,0,0945 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન તે દિવસના ઉચ્ચતમ સ્તર ₹1,00975 અને દિવસના નીચલા સ્તર ₹1,00398 પર સ્પર્શ્યો. ચાંદીના વાયદાના ભાવ આ વર્ષના ઉચ્ચતમ સ્તર રૂ. 1,01,999 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા.

દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી 84,410 92,070
ચેન્નાઇ 84,260 91,920
મુંબઇ 84,260 91,920
કોલકાતા 84,260 91,920
અમદાવાદ 85,150 92,820

સોનાના ભાવ વધવાના કારણો

સોનાના ભાવમાં વધારાનું સૌથી મોટું કારણ વિશ્વમાં વધતી જતી આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા છે. જ્યારે પરિસ્થિતિ અસ્થિર હોય છે, ત્યારે લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખવા માટે સોના તરફ વળે છે. અમેરિકાની નવી નીતિઓ, ડોલરમાં વધઘટ અને વધતી જતી ફુગાવા અંગેની ચિંતાઓ પણ તેની માંગમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત, ઘણા દેશોની કેન્દ્રીય બેંકો પણ મોટા પ્રમાણમાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમત સતત વધી રહી છે. આ જ કારણ છે કે સોનું તેના રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પણ નવા રેકોર્ડ પર

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ $3,1777 ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના વાયદા ઊંચા ખુલ્યા હતા. કોમેક્સ પર સોનું $3,157.30 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ $3,150.30 પ્રતિ ઔંસ હતો. સમાચાર લખતી વખતે, તે $26.40 વધીને $3,176.70 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીનો વાયદો $34.77 પર ખુલ્યો, જેનો અગાઉનો બંધ ભાવ $34.61 હતો. સમાચાર લખતી વખતે, તે $0.32 ના વધારા સાથે $34.93 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

  • Follow us on: