આજે વર્ષના પ્રથમ દિવસે સોનાના ભાવમાં થોડી રાહત મળી છે. 1 જાન્યુઆરી 2025ના રોજ સોનુ 450 રૂપિયા સસ્તુ થયુ છે. ગઈકાલે મંગળવારે 31 ડિસેમ્બર, 2024ની સરખામણીએ બુધવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 77,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 71,200 રૂપિયાની આસપાસ છે. ત્યારે તમારા શહેરમાં સોનાની શું છે કિંમત આવો જાણીએ.
જાણો ચાંદીના ભાવ
દેશમાં એક કિલો ચાંદીની કિંમત 90,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. નવા વર્ષના દિવસે ચાંદીમાં પ્રતિ કિલો રૂ. 2,000નો ઘટાડો થયો હતો.
નવા વર્ષમાં વધશે સોનાના ભાવ?
નવા વર્ષમાં સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોના મતે રૂપિયાની નબળાઈ, રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં તણાવના કારણે સોનાની માંગ વધી રહી છે. સુરક્ષિત વિકલ્પોમાં રોકાણકારોની રુચિ અને જ્વેલર્સ દ્વારા વધેલી ખરીદી પણ ભાવને પ્રભાવિત કરી રહી છે. આ સિવાય ડૉલરની મજબૂતાઈ અને સેન્ટ્રલ બૅન્કોની નીતિમાં ફેરફારને કારણે બજારમાં અસ્થિરતાની શક્યતા છે. આ તમામ પરિબળોને કારણે આગામી દિવસોમાં સોનાના ભાવ ઊંચા સ્તરે પહોંચી શકે છે.
દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત
| શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
| દિલ્હી | 71,250 | 77,710 |
| જયપુર | 71,250 | 77,710 |
| લખનૌ | 71,250 | 77,710 |
| મુંબઈ | 71,100 | 77,560 |
| કોલકાતા | 71,100 | 77,560 |
| પટના | 71,150 | 77,610 |
| અમદાવાદ | 71,150 | 77,610 |
| બેંગલુરુ | 71,100 | 77,560 |
દેશમાં સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
સોનાના ભાવ સ્થાનિક માંગ, અમેરિકાની આર્થિક સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારોથી પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો થવાની આશા છે.