[[$googlead]]
આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન દિવસ. આ દિવસે લોકો પોતાના પ્રિય વ્યક્તિને ભેટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. ત્યારે જો તમે તમારા પ્રિયતમા માટે કંઇક સોના કે ચાંદીની ભેટ આપવા ઇચ્છતા હોવ તો તમારે થોડુ ખિસ્સુ ઢીલુ કરવુ પડી શકે છે. કારણ કે આજે સોના અને ચાંદી બંનેના ભાવ વધ્યા છે. 3 દિવસમાં પ્રતિ દસ ગ્રામ 24 કેરેટ સોનું 600 રૂપિયા મોંઘુ થયુ છે. 3 દિવસની તેજી બાદ એક દિવસમાં 700 રૂપિયા સસ્તો થયો હતો. 

સોનાની આજની કિંમત
આજની વાત કરીએ તો, આજે સોનું 110 રૂપિયા મોંઘુ થયુ છે. જ્યારે 22 કેરેટના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવાર 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે મોટા ભાગના શહેરોમાં સોનું 87 હજાર પર ટ્રેડ કરી રહ્યુ છે. ત્યારે આવો જાણીએ દેશના ઘણા મહત્વપૂર્ણ શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવ કેટલા છે.

ચાંદીની સ્થિતિ શું છે?
વેલેન્ટાઇન ડે પર ચાંદી ફરી એકવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયુ છે. આજે તે પ્રતિ કિલો 1 હજાર રૂપિયા મોંઘુ થઈ ગયું છે. અગાઉ 5 ફેબ્રુઆરીએ તે 1,000 રૂપિયા મોંઘુ થયા પછી, તેના ભાવ સ્થિર રહ્યા હતા અને હવે આજે તે 1,000 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં હાલ ચાંદીનો ભાવની વાત કરીએ તો, 1,00,500 રૂપિયા પ્રતિ કિલો છે. અન્ય મહાનગરોમાં પણ ચાંદી સમાન દરથી થોડા વધતા ઓછા પ્રમાણમાં વેચાઇ રહ્યું છે.

દિલ્હીમાં  સોનાની કિંમત 
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 80050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં સોનાની કિંમત 
આજે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79900 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87160 રૂપિયા છે.

અમદાવાદમાં સોનાની કિંમત 
ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 79950 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત 87210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદ અને બેંગ્લોરમાં દરો
હૈદરાબાદ અને બેંગલુરુમાં, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79900 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87160 રૂપિયા છે.

જયપુરમાં  સોનાની કિંમત 
જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ 87310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૨ કેરેટની કિંમત 80050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

લખનૌમાં  સોનાની કિંમત 
લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 87310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૨ કેરેટની કિંમત 80050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આ રીતે ચેક કરો સોનાનો ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય, ibja શનિવાર અને રવિવારે રેટ જાહેર કરતું નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક ભાવ જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. આ દરો ટૂંક સમયમાં SMS દ્વારા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, નિયમિત અપડેટ્સની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવો વિશે માહિતી આપે છે. આ બધી કિંમતો કર અને મેકિંગ ચાર્જ પહેલાંની છે. IBJA દ્વારા જાહેર કરાયેલા દરો સમગ્ર દેશમાં માન્ય છે પરંતુ તેના ભાવમાં GSTનો સમાવેશ થતો નથી. કૃપા કરીને નોંધ લો કે ઘરેણાં ખરીદતી વખતે, સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે કારણ કે તેમાં કરનો સમાવેશ થાય છે.
  • Follow us on: