હાલ કમુહૂર્તા ચાલી રહ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી જ લગ્નની સિઝન શરૂ થઇ જશે. લગ્ન પ્રસંગે સોના અને ચાંદીની ડિમાન્ડ ઘણી જ વધારે હોય છે. લોકો રાહ જોતા હોય છે કે ક્યારે સોનુ ચાંદી સસ્તુ થાય અને ખરીદી લઇએ. પરંતુ દિવસ જાય તેમ સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ભારતીયોમાં સોનુ એ એક એવી કિમતી ધાતુ છે જે લગ્ન પ્રસંગોમાં ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. લોકો હવે તો સોનાને રોકાણની દ્રષ્ટિએ પણ ખરીદી રહ્યા છે કારણ કે સોનાના ભાવ દિવસ જાય તેમ વધી જ રહ્યા છે.


સોનાનો ભાવ કેટલો ?

જો તમે થોડા મહિનાઓમાં જ લગ્ન લેવાના હોય તો સોનુ ખરીદી લેજો. કારણ કે દિવસ જાય તેમ સોનાનો ભાવ ઘટવાને બદલે વધી રહ્યો છે. 16 જાન્યુઆરીથી લગ્ન સિઝન શરૂ થાય છે. ત્યારે આજે સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 940 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં 850 રૂપિયાનો વધારો થયો છે. જો સોનાનો ભાવ આ રીતે વધતો રહેશે તો નવા અઠવાડિયામાં ભાવ 80 હજારને પાર કરે તો નવાઇ નહી.

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79800 રૂપિયા છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 73150 રૂપિયા છે.

કોલકાતા અને મુંબઈમાં કિંમત

હાલમાં મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 73000 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79640 રૂપિયા છે.

ચેન્નાઈમાં સોનાનો ભાવ

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 73000 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79640 રૂપિયા છે.

ભોપાલ અને અમદાવાદમાં કિંમત

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 73050 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ ૭૯૭૦૦ રૂપિયા છે.

હૈદરાબાદમાં કેટલી છે કિંમત

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 73000 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79640 રૂપિયા છે.

જયપુર અને ચંદીગઢમાં કેટલી કિંમત ?

આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79800 રૂપિયા છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 73150 રૂપિયા છે.

લખનૌમાં કિંમત કેટલી ?

લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79800 રૂપિયા છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 73150 રૂપિયા છે.

ચાંદીનો ભાવ

સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે. 12 જાન્યુઆરીએ ચાંદી 93500 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. ઇન્દોરના બુલિયન માર્કેટમાં, 11 જાન્યુઆરી, શનિવારે ચાંદીના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો અને ભાવ 92000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.


  • Follow us on: