13 ફેબ્રુઆરી,2025ના રોજ સવારે ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું હવે પ્રતિ 10 ગ્રામ 85000રૂપિયાને પાર પહોંચ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 95000 રૂપિયા વધારે છે. રાષ્ટ્રીય સ્તરે, 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 85, 744 રૂપિયા છે. 


[[$googlead]]

સોનું કેટલુ મોંઘુ ? 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 84,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે ગુરુવારે સવારે વધુ મોંઘું થઈને 85,744 રૂપિયા પર પહોંચી ગયો છે.

[[$alsoread]]

જાણો સોનાનો ભાવ

સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 85,401 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 78542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 64308 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 585 (૧૪ કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 50160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આજે ચાંદીનો ભાવ

જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 95,626 રૂપિયા છે.ગયા વર્ષે ચાંદીના વાયદાના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 1,00,000 ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા.

આ શહેરોમાં સોનાનો ભાવ 


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી 79,960 86,810
ચેન્નાઇ 79,810 86,660
મુંબઇ 79,810 86,660
કોલકાતા 79,810 86,660
અમદાવાદ 79850 87,100

મેકિંગ ચાર્જ અને ટેક્સ અલગથી વસૂલાય છે 

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલા ભાવ વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવો વિશે માહિતી આપે છે. આ બધી કિંમતો કર અને મેકિંગ ચાર્જ પહેલાંની છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશમાં માન્ય છે પરંતુ તેના ભાવમાં GSTનો સમાવેશ થતો નથી. કૃપા કરીને નોંધ લો કે ઘરેણાં ખરીદતી વખતે, સોના કે ચાંદીના ભાવ વધારે હોય છે કારણ કે તેમાં કરનો સમાવેશ થાય છે.

મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીના ભાવ જાણી શકો

તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા જ સમયમાં તમને SMS દ્વારા દરની માહિતી મળી જશે. તે જ સમયે, તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com ની મુલાકાત લઈને સવાર અને સાંજના સોનાના દરના અપડેટ્સ જાણી શકો છો.

દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધવાની સાથે તેની કિંમત પણ વધે છે. લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેની કિંમતમાં ફેરફારની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે.



  • Follow us on: