બજેટ પહેલા સોનાના ભાવ નવા શિખરે પહોંચવાની તૈયારીમાં છે. ગઇકાલે સોનાના ભાવમાં વધારો થયો હતો પરંતુ આજે એટલે કે 22 જાન્યુઆરીએ સોનાના ભાવમાં કંઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. સોનાનો ભાવ ગઈકાલના દરે ટ્રેડ થઈ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 81,300 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 74,600 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ મહાનગરોમાં આજનો કેટલો છે ભાવ

22 કેરેટ સોનાનો ભાવ
દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ 74,600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. દેશમાં મોટાભાગના ઘરેણાં 22 કેરેટ સોનામાં બને છે. 22 કેરેટ સોનાના ભાવમાં વધારો કે ઘટાડો ખરીદદારો પર સીધી અસર કરે છે. ઘરેણાંની કિંમત 22 કેરેટ સોના પર ગણવામાં આવે છે. જ્વેલરી બિલમાં મેકિંગ ચાર્જ અને પછી 3% GST વસૂલવામાં આવે છે.

આજે ચાંદીનો ભાવ
દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 96,500 રૂપિયા છે. 22 જાન્યુઆરી, 2025 ના રોજ સોના કે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે ગઈકાલના ભાવે લગભગ સમાન ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

દેશના મહાનગરોમાં સોનાનો ભાવ 

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી 74,650 81,380
જયપુર 74,650 81,380
લખનૌ 74,650 81,380
મુંબઇ 74,500 81,230
કોલકાતા 74,500 81,230
અમદાવાદ 74,550 81,280
બેંગ્લુરુ 74,500 81,230

છેલ્લા છ મહિનામાં સોનાએ કેટલું વળતર આપ્યું?
મહત્વનુ છે કે વર્ષ 2024માં જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું તે પહેલા સોનાનો ભાવ 82,000 રૂપિયાની આસપાસ હતો. બજેટમાં સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડ્યા બાદ સોનાના ભાવમાં 6,500 રૂપિયાનો ઘટાડો થયો હતો. એક સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 76,000 રૂપિયા હતો. જોકે, લગભગ છ મહિના પછી, સોનાનો ભાવ તેના જૂના શિખર તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગે છે.