[[$googlead]]
ભારતીય બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ૮૫ હજાર રૂપિયાને પાર કરી ગયો છે. જ્યારે ચાંદી પ્રતિ કિલો 95 હજાર રૂપિયાને પાર કરી રહી છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 85,723 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 95875 રૂપિયા પ્રતિ કિલો છે.

આજે સોનાનો ભાવ 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, સોમવારે સાંજે 24 કેરેટ સોનું (ગોલ્ડ રેટ) 85932 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે, 11 માર્ચ, 2025 ના રોજ સવારે ઘટીને 85723 રૂપિયા થઈ ગયું છે. તેવી જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે. જો કે હા, દરેક શહેરો પ્રમાણે તેના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 85380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 78522 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 64292 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 585 શુદ્ધતાવાળા સોનાની કિંમત 50148 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ભારતના મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ

શહેર  24 કેરેટનું સોનાનો ભાવ22 કેરેટ સોનાનો ભાવ
અમદાવાદ ₹87,540 ₹80,250
બેંગ્લોર ₹87,540  ₹80,250
ચેન્નાઈ ₹87,640 ₹80,350
દિલ્હી ₹87,640 ₹80,350
મુંબઇ  ₹87540  ₹80200

મિસ્ડ કોલ દ્વારા જાણી શકો છો રેટ
તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. આ માટે તમારે નીચે આપેલા નંબર 8955664433 પર કૉલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પછી થોડીવારમાં, તમને SMS દ્વારા દરો ખબર પડશે. આ ઉપરાંત, તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર જઈને પણ દરો ચકાસી શકો છો.

  • Follow us on: