સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1460 રૂપિયાનો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં 1350 રૂપિયાનો વધારો થયો છે. લેટેસ્ટ કિંમતની જો વાત કરીએ તો, રવિવાર 19 જાન્યુઆરીના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે આવો જાણીએ દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ કેટલો છે.

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 74,500 રૂપિયા છે.

કોલકાતા અને મુંબઈમાં સોનાનો ભાવ

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,350 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,110 રૂપિયા છે.

ચેન્નાઈમાં સોનાનો ભાવ

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,350 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,110 રૂપિયા છે.

જયપુર અને ચંદીગઢમાં સોનાનો ભાવ

આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79800 રૂપિયા છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 74,500 રૂપિયા છે.

લખનૌમાં  સોનાનો ભાવ

લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 81260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ ૭૪૫૦૦ રૂપિયા છે.

હૈદરાબાદમાં સોનાનો ભાવ

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 74,350 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 81,110 રૂપિયા છે.

ભોપાલ અને અમદાવાદમાં કિંમત

અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 74,400 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 81160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીનો ભાવ

સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં ભાવમાં 3000 રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું છે કે શુક્રવારે 17 જાન્યુઆરીના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 500 રૂપિયા ઘટીને 93,500 રૂપિયા પ્રતિ કિલો થયો.