1 ફેબ્રુઆરીએ બજેટ છે. બજેટ રજૂ થાય તે પહેલા જ સોનાના ભાવમાં છેલ્લા 3 દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ 30 જાન્યુઆરીની વાત કરીએ તો, સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. બજેટ રજૂ થવાના બે દિવસ પહેલા સોનાના ભાવમાં વધારો થયો છે. એવી અપેક્ષાઓ છે કે સરકાર બજેટમાં આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે, જે સરકારે ગયા બજેટમાં ઘટાડી હતી. જો આવું થાય તો સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ, આજે સોના-ચાંદીમાં કેટલો જોવા મળ્યો ફેરફાર


[[$googlead]]

બજેટ આવતા કેમ વધ્યા ભાવ ?

બજેટ પહેલા સોના અને ચાંદીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. રોકાણકારો અને સામાન્ય ખરીદારોની વધતી માંગને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓને કારણે, લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી વધારી રહ્યા છે, જેના કારણે તેની કિંમત સતત વધી રહી છે. નિષ્ણાંતો કહે છે કે જો વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ઉપરાંત, લગ્ન અને તહેવારોની મોસમ દરમિયાન આની માંગ વધુ વધી શકે છે, જેના કારણે કિંમતો ઊંચા સ્તરે રહી શકે છે.

[[$alsoread]]

સોના-ચાંદીના આજના ભાવ

આજની વાત કરીએ તો, સોનાના ભાવમાં 1 હજારનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 30 જાન્યુઆરીએ ગુરુવારે ચાંદીમાં ભાવમાં વધારો થયો હતો. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીનો ભાવ 96400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.

આ શહેરોમાં આજે સોનાનો ભાવ 

શહેરનું નામ 22 કેરેટ ગોલ્ડ 24 કેરેટ ગોલ્ડ
 દિલ્હી76,110 83,010
 ચેન્નાઇ75,960 82,860
 મુંબઇ75,960 81,860
 કોલકાતા75,960 81,860
અમદાવાદ 76,150 83,070



સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર દરો, આયાત ડ્યુટી, કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેવા ઘણા પરિબળોને કારણે બદલાય છે. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે જેના કારણે કિંમતોમાં વધારો થાય છે. લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી સોનાના ભાવમાં ફેરફારની અસર સામાન્ય લોકો પર પણ પડે છે.


  • Follow us on: