કેન્દ્ર સરકારના બજેટ બાદ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસ જાય તેમ સોનુ મોંઘુ થઇ રહ્યુ છે. હવે તો લગ્ન સિઝન પણ ચાલી રહી છે તેવામાં સોના-ચાંદીની ડિમાન્ડ હોય તે સ્વાભાવિક છે. ત્યારે જો તમે પણ કોઇ લગ્ન પ્રસંગને લઇને સોનુ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો મોડુ ન કરશો. કારણ કે દિવસ જાય તેમ ભાવ તો વધી જ રહ્યા છે. ત્યારે 7 ફેબ્રુઆરીની જો વાત કરીએ તો, દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ 86 હજાર પહોંચી ગયો છે.


[[$googlead]]

સોનાની કિંમતમાં વધારો 

આજે શુક્રવારે 7 ફેબ્રુઆરીના રોજ સોનું મોંઘુ થઈ ગયું છે. 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટાભાગના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 86,500 રૂપિયાથી ઉપર છે.

[[$alsoread]]

આ શહેરોમાં કેટલી છે સોનાની કિંમત 


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી 79,460 86,670
ચેન્નાઇ 79,310 86,520
મુંબઇ 79,310 86,520
 કોલકાતા 79,310 86,520
અમદાવાદ 79350 86560

ચાંદીના ભાવ

7 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં વધારો થયો હતો. ચાંદીનો ભાવ વધીને 99400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ચાંદી 100000 રૂપિયાના આંકને સ્પર્શવાથી થોડી દૂર છે.


દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધવાની સાથે તેની કિંમત પણ વધે છે. લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેની કિંમતમાં ફેરફારની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે.

  • Follow us on: