સોના ચાંદીના ભાવમાં દિવસ જાય તેમ વધારો ઘટાડો જોવા મળે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો નોંધાય છે. વળી વૈશ્વિક માર્કેટની ગતિવિધિની અસર પણ સોના ચાંદીના ભાવ પર પડે છે. ગઇકાલે આરબીઆઇએ રેપો રેટમાં ઘટાડો કર્યો. ત્યારે આજે સોનાના ભાવમાં શું ફેરફાર જોવા મળ્યો છે તે વિશેજાણીએ.

સોનાનો આજનો ભાવ

સોનાના ભાવમાં સાત જૂનના રોજ થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગઇકાલની તુલનામાં માત્ર 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે 24 કેરેટના સોનાની કિંમત જોઇએ તો 99700 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 91300 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ત્યારે દિલ્હી, મુંબઇ, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ તે વિશે જાણીએ.

મેટ્રો શહેરોમાં શું છે સોના-ચાંદીનો ભાવ


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 89,850 98,802
દિલ્હી 91,440 99,740
ચેન્નાઇ 91,290 99,590
મુંબઇ 91,290 99,590
કોલકાતા 91,910 99,590

ચાંદીનો ભાવ

ચાંદીનો ભાવ આજે એકલાખને સાત હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. એટલે કે ગઇકાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં 3000 રૂપિયાની તેજી જોવા મળી છે. ગઇકાલે ચાંદીનો ભાવ 1,04,100 રૂપિયા હતો.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.