ભારતીય બુલિયન બજારમાં 10 માર્ચે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો  છે. . સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 86 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. જ્યારે ચાંદી પ્રતિ કિલો 96 હજાર રૂપિયાને પાર કરી રહી છે. 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 96,422 રૂપિયા પ્રતિ કિલો છે.

આજે સોનાનો ભાવ ? 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 24 કેરેટ સોનું (ગોલ્ડ રેટ) 86059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે 10 માર્ચ 2025ના રોજ સવારે 86027 રૂપિયા પર આવી ગયું છે. આમ શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 85683 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 78801 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 64520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 50326 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના આ મોટા શહેરોમાં સોનાનો ભાવ

શહેરનું નામ 22 કેરેટ સોનુ 24 કેરેટ સોનુ
ચેન્નાઇ ₹80110 ₹87390
મુંબઇ ₹80110 ₹87390
દિલ્હી ₹80260 ₹87540
કોલકાતા ₹80110 ₹87390
અમદાવાદ ₹80160 ₹87440

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.