સતત 4 દિવસ સુધી 10 ગ્રામ સોનાના ભાવમાં 930 રૂપિયાનો વધારો થયા બાદ આજે સોનાનો ભાવ સ્થિર જોવા મળ્યો છે. હવે લગ્નની સિઝન શરૂ થવાની છે ત્યારે સોના ચાંદીની ડિમાન્ડમાં વધારો જોવા મળવાનો એ નક્કી છે. ત્યારે આવો જાણીએ આજે વિવિધ શહેરોમાં કેટલો છે સોના ચાંદીનો ભાવ.


સોનાનો કેટલો ભાવ ?

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ગયા વર્ષના વિસ્ફોટક વધારા પછી સોનાની ચમક આ વર્ષે પણ યથાવત જોવા મળી છે. ત્યારે આજે દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત શું છે અને તે હાલમાં સૌથી સસ્તી જગ્યાએ ક્યાં વેચાઈ રહ્યું છે, ચાલો જાણીએ...

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,790 રૂપિયા છે. 22 કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 73,140 રૂપિયા છે.

કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં કિંમત

આજે ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતામાં સોનાના ભાવ સમાન છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 72,990 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79,630 રૂપિયા છે.

હૈદરાબાદ અને બેંગ્લોરમાં કેટલી છે કિંમત ?

હૈદરાબાદ અને બેંગલુરુમાં પણ સોનાના ભાવ સમાન છે. અહીં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 72,990 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79,630 રૂપિયા છે.

અમદાવાદમાં કેટલી છે કિંમત ?

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 73,040 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 79690 રૂપિયા છે.

જયપુર અને ચંદીગઢમાં કેટલી છે કિંમત?

આ બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,790 રૂપિયા છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 73140 રૂપિયા છે.

લખનૌમાં કેટલી છે કિંમત?

લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 79,790 રૂપિયા છે. ૨૨ કેરેટની કિંમત પ્રતિ 10 ગ્રામ 73140 રૂપિયા છે.

ચાંદીનો ભાવ

સોનાની સાથે ચાંદીની ચમક પણ આજે ઝાંખી પડી ગઈ છે. ગયા અઠવાડિયે સતત બે દિવસ સ્થિરતા પછી 10 જાન્યુઆરીએ, ચાંદી 1,000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ ગઈ હતી અને હવે આજે તે 100 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. આજે 13 જાન્યુઆરીએ ચાંદી 93400 રૂપિયા પ્રતિ કિલો રહેવા પામી છે. અન્ય મહત્વપૂર્ણ મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ સમાન દરે એટલે કે 93,400 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે પરંતુ ચેન્નાઈમાં તેની કિંમત 1,00,900 રૂપિયા પ્રતિ કિલો છે એટલે કે ચાર મોટા મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી ચેન્નાઇમાં વેચાઈ રહી છે.


  • Follow us on: