દેશમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રોજબરોજ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવે છે. આમ જોઇએ તો છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ વધી જ રહ્યા છે. પરંતુ 24 માર્ચ સોમવારે થોડી રાહત મળી છે. કારણ કે સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયોછે. દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ.
આજનો સોનાનો ભાવ
દેશમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. રાજધાની સહિત દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આજે એટલે કે 24 માર્ચે સોનું સસ્તામાં ઉપલબ્ધ છે. આજે દેશમાં 24 કેરેટ સોનું 10 રૂપિયાના ઘટાડા સાથે 89,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે 22 કેરેટ સોનું પણ પ્રતિ 10 ગ્રામ 10 રૂપિયા સસ્તું થયું છે.
દેશના આ મહાનગરોમાં સોનાનો ભાવ કેટલો ?
| શહેર | 24 કેરેટ સોનાનો ભાવ | 22 કેરેટ સોનાનો ભાવ |
| મુંબઈ | 89,620 | 82,150 |
| જયપુર | 89,770 | 82,300 |
| લખનૌ | 89,770 | 82,300 |
| દિલ્હી | 89,770 | 82,300 |
| કોલકાતા | 89,620 | 82,150 |
| અમદાવાદ | 89,670 | 82,200 |
સોનાના ભાવ ઘટવાના કારણો
ટ્રમ્પના ટેરિફ અને યુદ્ધોને કારણે વિશ્વમાં તણાવનું વાતાવરણ છે. જેની અસરો વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી. જોકે ગયા અઠવાડિયાથી બજારમાં રિકવરી જોવા મળી રહી છે. ડોલર ઇન્ડેક્સ 104.12 પર પહોંચી ગયો છે. સોનાની ઘટતી માંગ અને નફા બુકિંગની અસર ભારતમાં સોનાના ભાવ પર સ્પષ્ટપણે દેખાય છે. આ સાથે ગયા અઠવાડિયાની જેમ આ અઠવાડિયામાં પણ સેન્સેક્સ કારોબારના પહેલા દિવસે લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. 1 વાગ્યાની આસપાસની વાત કરીએ તો, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો હતો.









