સોનાની ખરીદી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. કારણ કે ડિસેમ્બર માસમાં સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના ત્રીજા દિવસે સોનું સસ્તું થયું છે. દેશમાં લગ્નસરાની સિઝન હોવા છતાં સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે 3 ડિસેમ્બરે 10 ગ્રામ સોનાની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારતા હોવ તો જાણી લો જાણો 24 અને 22 કેરેટ સોનાનો રેટ શું છે.


આજે સોનાનો ભાવ કેટલો ?

મંગળવારે 3 ડિસેમ્બર, 2024 ના રોજ, 24 અને 22 કેરેટની કિંમતમાં 650 રૂપિયાનો ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાની કિંમત 70,900 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,350 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

આજે ચાંદીનો ભાવ કેટલો ?

દેશમાં એક કિલો ચાંદીની કિંમત ઘટીને 91,000 રૂપિયા થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.91,500 હતો. છેલ્લા સપ્તાહમાં ચાંદીના ભાવમાં રૂ.2,000 સુધીનો સુધારો જોવા મળ્યો છે.

જાણો મહાનગરોમાં કેટલો છે સોનાનો ભાવ ? 

શહેરનું નામ 22 કેરેટ ગોલ્ડ રેટ 24 કેરેટ ગોલ્ડ રેટ
દિલ્હી 71,050 77,500
જયપુર 71,050 77,500
મુંબઈ 70,900 77,350
કોલકાતા 70,900 77,350
અમદાવાદ 70,950 77,500
બેંગલુરુ 70,900 77,350
લખનૌ 71,050 77,500

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો. 

  • Follow us on: