છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ 24 જાન્યુઆરીએ સોનામાં તેજીને બ્રેક લાગી છે. સોનાના ભાવમાં થઇ રહેલો વધારો આજે અટકી ગયો છે. સોનાના ભાવ ગઇકાલના ભાવ મુજબ જ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. પરંતું વૈશ્વિક બજારોમાં નબળાઈની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી હતી. જેથી સોનાના ભાવ ઘટવા લાગ્યા. રોકાણકારો હવે અમેરિકાના PMI ડેટા અને નવી વેપાર નીતિ અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.

22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ
24 કેરેટ સોનું તેની શુદ્ધતા અને ગુણવત્તા માટે જાણીતું છે. જ્યારે 22 કેરેટ સોનું તેની મજબૂતાઈ અને સુંદરતાને કારણે ઝવેરીઓની પહેલી પસંદગી રહે છે. શુક્રવારે મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 82,080 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 75,240 રૂપિયા હતો. ગુરુવારે સોનાનો ભાવ તેના રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

ચાંદી થઇ સસ્તી ?
શુક્રવારે ચાંદીના ભાવ 100 રૂપિયા ઘટીને 96400 રૂપિયા પ્રતિ કિલો થયા છે. ગુરુવારે ચાંદીનો ભાવ 96,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યો. નબળી સ્થાનિક માંગને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ અઠવાડિયે સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા હતા પરંતુ શુક્રવારે તે સ્થિર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ મર્યાદિત શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યા છે. નબળી રોકાણ માંગ ચાંદીના ભાવમાં વધુ વધારો થવા દેતી નથી.

સોનાના ભાવ ઘટ્યા 
વિશ્વભરમાં ચાલી રહેલી ગતિવિધિઓની અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ભારતીય શેરબજાર અને બુલિયન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જ્યાં ગઈકાલે દિલ્હીમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે, આજે ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદી આજે ગઈકાલના દરે જ કારોબાર કરી રહી છે.

મહાનગરોમાં શું છે આજે સોનાનો ભાવ

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
દિલ્હી75,390 82,240
ચેન્નાઇ75,240 82,080
મુંબઇ75,240 82,080
કોલકાતા75,240 82,080

કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત ?
ભારતમાં સોનાના ભાવ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજાર દરો, આયાત ડ્યુટી, કર અને વિનિમય દરમાં થતી વધઘટ પર આધાર રાખે છે. આ પરિબળોના આધારે દેશભરમાં સોનાના ભાવ નક્કી થાય છે. ભારતમાં સોનાને માત્ર રોકાણના હેતુ માટે જ નહીં, પરંતુ તેના સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વને કારણે પણ ખાસ ગણવામાં આવે છે. લગ્ન અને તહેવારોની મોસમમાં સોનાની માંગ વધી જાય છે.