શનિવાર 22 ફેબ્રુઆરી 2025ના દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશના મેટ્રો સીટીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87 હજાર 700 રૂપિયાની આસપાસ જોવા મળ્યો હતો. તો ત્યાં જ 22 કેરેટ સોનાનો ભાવ 80 હજાર 200 રૂપિયા સુધી રહ્યો હતો.સોનાના ભાવમાં 700 રૂપિયા સુધીની નરમાશ જોવા મળી છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં 100 રૂપિયા ઓછા થયા છે. સોના અને ચાંદીના ભાવમાં રોજ ફેરફાર જોવા મળી રહ્યો છે.

22 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ

ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,792 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹8,060 અને 18 કેરેટ સોનાનો ભાવ ₹6,595 પ્રતિ ગ્રામ છે. તો દિલ્હીના સરાફ બજારમાં વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોની માગ કોમજોર રહી હતી. જેના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. કમજોર વૈશ્વિક સંકેતોના કારણે સોનાની કિંમત ઓછી થઇ રહી છે. અમેરિકી ફેડરલ રિઝર્વની સખ્ત મૌદ્રિક નીતિઓ અને વ્યાજ દરોમાં કાપ મુકવાથી રોકાણકારો પ્રભાવિત થયા છે. જેના કારણે પણ સોનાની કિંમત પર અસર જોવા મળી છે. દિલ્લીમાં 24 કેરેટ સોનું સસ્તુ થયુ છે. આ કિંમત 87 હજાર 540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનું 80 હજાર 290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર છે. તો આ તરફ મુંબઇમાં 24 કેરેટ સોનાની કિંમત 87 હજાર 740 રૂપિયા છે તો 22 કેરેટ સોનાનો ભાવ 80 હજાર 240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો છે.

તો નવી દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,792 છે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,060 છે અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹6,595 છે. તો બીજી તરફ, ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,777, 22 કેરેટ સોનાનો ભાવ ₹8,045 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ ₹6,582 પ્રતિ ગ્રામ છે. મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,777, 22 કેરેટ સોનાનો ભાવ ₹8,045 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ ₹6,582 પ્રતિ ગ્રામ છે. કોલકાતા આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,777, 22 કેરેટ સોનાનો ભાવ ₹8,045 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ ₹6,582 પ્રતિ ગ્રામ છે. તો આ તરફ, અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,782, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8,050 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹6,587 છે.

સોનાનો ભાવ પ્રતિ ગ્રામ કેટલો ?


શહેરનું નામ22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ 
અમદાવાદ₹8,050 ₹8,782
દિલ્હી ₹8,060₹8,792 
મુંબઇ₹8,045 ₹8,777
ચેન્નઇ₹8,045₹8,777
કોલકાતા  ₹8,050₹8,782

22 ફેબ્રુઆરીના રોજ ચાંદીનો ભાવ

22 ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ 1,00300 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે વિદેશી બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું ફક્ત રોકાણ જ નથી, પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે. જેના કારણે કિંમતો પણ વધે છે.