ઑક્ટોબર મહિનો શેર માર્કેટ માટે મુશ્કેલ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી છે. પરંતુ આ બધામાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. સોનાએ 80 હજારનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 10 મહિનામાં 15 હજાર રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. ત્યારે અહીં પ્રશ્નો ઉભા એ થાય કે આટલા બધો ભાવ વધવાનું કારણ શું ? શુ હજુ ભાવમાં વધારો થવાની કેવી છે સંભાવના ?
માર્કેટમાં ઘટાડા વચ્ચે સોનામાં તેજી !
શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાની કિંમત દેશના ભૌતિક બજારથી લઈને વાયદા બજાર એટલે કે MCX સુધી રૂ. 1 લાખને પાર કરી ગઈ છે. બીજી તરફ માર્કેટમાં સોનાની કિંમત પણ રૂ.81 હજારને પાર છે. જ્યારે વાયદા બજારમાં સોનાની કિંમત 80 હજારની આસપાસ છે. 23 ઓક્ટોબરે MCX પર સોનાની કિંમત 78,919 રૂપિયા પ્રતિ દસ ગ્રામની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.ત્યારે હવે રોકાણકારો સોનાની કિંમત 1 લાખ રૂપિયા સુધી પહોંચશે તેવી આશા સેવી રહ્યા છે.
જો વર્તમાન સ્તરથી આગામી એક વર્ષમાં સોનું રૂ. 1 લાખના સ્તરે પહોંચવું હોય તો તેણે ઓછામાં ઓછો 27 થી 28 ટકાનો ઉછાળો લેવો પડશે. તો જ સોનાના ભાવ એક લાખ રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો લગભગ એક વર્ષમાં વાયદા બજારમાં સોનાની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ ભૌગોલિક રાજકીય તણાવ છે. જે આગામી એક વર્ષમાં બંધ થવાના કોઈ સંકેત નથી.
આજે કેટલો છે ભાવ ?
આજે ગુરુપુષ્ય નક્ષત્ર છે. ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ વધી રૂ.81500ની સપાટીએ પહોંચ્યો છે. સોનાના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. 7 દિવસમાં સોનાના ભાવમાં રૂ.2500નો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે આ જ સમયે સોનાનો ભાવ રૂ.63000 હતો. એટલે કે એક વર્ષમાં સોનામાં રૂ.18500નો ઉછાળો આવ્યો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો કિલોદીઠ રૂ.99000ની સપાટીએ પહોંચી છે. ચાંદી 1 લાખની સપાટી વટાવી 99, 000 પર પરત ફરી છે. ચાંદીમાં એક વર્ષમાં રૂ.26500નો વધારો જોવા મળ્યો છે.
શું યુદ્ધ છે તેજીનું મુખ્ય કારણ ?
યુદ્ધએ કોઇ પણ દેશ માટે યોગ્ય નથી. પછી ભલે તેમાં કોઇ પણ જીતે. નુકસાન તો તેનું ઘણુ ભોગવવુ પડે છે. યુદ્ધ લડવા માટે તે દેશની ઇકોનોમીએ પણ ભારે કિંમત ચૂકવવી પડે છે. આ દરમિયાન સોનાના ભાવ આસમાને પહોંચી જાય છે. વાસ્તવમાં સોનાને હંમેશા આપતકાલનો સાથી માનવામાં આવે છે. ત્યારે આવુ જ એકવાર ફરી જોવા મળી રહ્યું છે. પહેલા યુક્રેન રશિયા વોરને કારણે સોનાના ભાવ વધ્યા હવે ઇઝરાયલ અને લેબનાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. સોનાના ભાવમાં અત્યારે પણ વધારો જોવા મળી રહ્યો છે.
કોમોડિટી એક્સપર્ટના જણાવ્યાનુસાર સોનું હંમેશા પારંપારિક રોકાણ માટેનું ભરોસાપાત્ર સાથી માનવામાં આવે છે. તેવામાં યુદ્ધ દરમિયાન રોકાણકારો એવા રોકાણની શોધ કરે છે કે જેના પર તેઓ વિશ્વાસ કરી શકે. આંકડા મુજબ શેરબજાર યુદ્ધ દરમિયાન ઘટે છે. આવું જ કંઈક ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ દરમિયાન થયું હતું. આ સમય દરમિયાન પણ જ્યારે વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સોનું નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.
ભવિષ્યમાં કેટલે પહોંચશે સોનું ?
ત્યારે સોનાના ભાવમાં આવનારા ફેરફારની વાત કરીએ તો તે ઘણી બાબતો પર નિર્ભર રહેશે. આગામી એક વર્ષમાં કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં ઘટાડાનું ચક્ર વધુ તીવ્ર બનશે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધુ વધારો જોવા મળશે. આનો અર્થ એ થયો કે આગામી એક વર્ષમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળી શકે છે. જો નિષ્ણાતોનું માનીએ તો આગામી વર્ષમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. એટલે કે થોડા સમય બાદ સોનાનો ભાવ લાખ રૂપિયે પહોંચી શકે. નિષ્ણાંતોનું માનવું છે કે જો સોનું 2024ની જેમ 2025માં પણ પ્રદર્શન કરે છે તો સોનું 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.













